Charotar Sandesh
ગુજરાત

હવેથી ચેન સ્નેચિંગ કરનારને થશે 10 વર્ષની સખત કેદની સજા

ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ચેન સ્નેસ્ચિંગના બિલ પર મહોર મારી છે. વિધાનસભાના સત્ર દરમિયાન આ બિલ સર્વાનુમતે મંજૂર થયું હતુ અને આ બિલને મંજૂરી માટે રાજ્યપાલને મોકવામાં આવ્યું હતું અને આજે રાજ્યપાલ દ્વારા આ બિલ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. ચેન સ્નેચિંગને લગતા બિલને મંજૂરી મળતા આ કાયદો વધારે મજબૂત બન્યો છે.

  • નવા વિધેયક અનુસાર, ચીલ ઝડપ કરનાર વ્યક્તિને ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ દસ વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
  • ચીલ ઝડપ કરનાર વ્યક્તિ કોઈને ઈજા કરે અને લોકોમાં ભય ઊભો કરે તો તેને ત્રણ વર્ષની સખત કેદની સજા કરવામાં આવશે.
  • મૃત્યુ કે, ઈજા પહોંચાડવા બદલ કે, તેનો પ્રયાસ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની અને વધુમાં વધુ દસ વર્ષની સખત કેદ અને 25,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ચેન સ્નેચરો અલગ-અલગ રીતો અપનાવીને લોકોના-મહિલાઓના ગાળામાંથી ચેન સ્નેચિંગ કરીને ફરાર થઇ જતા હતા, પરંતુ જ્યારે આ આરોપી પોલીસના હાથે પકડાય એટલે જામીન પર છૂટી જતા હતા અને ફરીથી બહાર આવીને બેખોફ રીતે ચેન સ્નેચિંગ કરવા લાગતા હતા. હવે આ નવા વિધેયકને મંજૂરી મળવાના કારણે ચેન સ્નેચરોની સમસ્યા અને સજા બંનેમાં વધારો થયો છે.

Related posts

દિવાળી વેકેશન બાદ ધો.૧ થી ૫ના કલાસ શરૂ કરવાનો નિર્ણય ફરી ટળ્યો

Charotar Sandesh

મહેસાણાના જગવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે વહેલી સવારે સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Charotar Sandesh

તીડ પર નિયંત્રણ મેળવાયું, અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી…

Charotar Sandesh