Charotar Sandesh
ગુજરાત

દિવાળી વેકેશન બાદ ધો.૧ થી ૫ના કલાસ શરૂ કરવાનો નિર્ણય ફરી ટળ્યો

શાળાઓ

ગાંધીનગર : દિવાળી બાદ નવા કેસોમાં એકાએક વધારો થવાને પગલે ધો.૧થી ૫ના કલાસ ખોલવાના મામલે રાજ્ય સરકાર ફરી મૂંઝવણમાં મુકાઈ છે. ધો.૧થી ૫ની શાળાઓ ખોલવાનો નિર્ણય ટાળવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, શાળા-કોલેજોનું દિવાળી વેકેશન ૨૧મી નવેમ્બરે પૂર્ણ થવાનું છે તેની સાથોસાથ જ ધો.૧થી ૫ના ફિઝિકલ કલાસ શરૂ કરવાની વિચારણા હતી પરંતુ બે દિવસથી કેસમાં વૃધ્ધિ થતા ફેરવિચારણા શરૂ કરવામાં આવી છે. ધો.૧થી ૫ના ફિઝિકલ કલાસ છેલ્લા ૬૦૦ દિવસથી બંધ છે.

આ શાળાઓ ખોલવા માટેની ભલામણ સૂચવવા સરકારે ૧૧ સભ્યોની કમિટી બનાવી હતી

વધુમાં, ૬૦૦ દિવસ દરમિયાન બાળકોને થયેલું શૈક્ષણિક નુકસાન કેવી રીતે સરભર કરી શકાય તે સૂચવવા કમિટીને કહેવાયું હતું. ધો.૧થી ૫ના કલાસ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર જ કરવાની છે. ગુજરાતમાં બીજું શૈક્ષણિક સત્ર ૨૨મી નવેમ્બરથી શરૂ થવાનું છે. ૧૧ સભ્યોની કમિટીના સભ્ય રાજા પાઠકે કહ્યું કે પ્રાથમિક વિદ્યાર્થીઓને ભણતર નુકસાન સરભર થઈ શકે તે માટે ભલામણ કરી છે.

Other News : રાજ્યમાં ચોમાસા જેવો માહોલ : ગુજરાતના ૧૧૩ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

Related posts

કોરોના કેર વચ્ચે ધમણ-૧ પર ઘમાસાણ યથાવત, કૉંગ્રેસ લેશે સિવિલ હૉસ્પિટલની મુલાકાત…

Charotar Sandesh

૨૦૦ લોકોની શરત સાથે ગરબાની મંજૂરી આપવા સરકાર વિચારણા કરી રહી છે : નીતિન પટેલ

Charotar Sandesh

ગુજરાતના આ શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ, થિયેટર પરથી પોસ્ટર ઉતારી લીધા

Charotar Sandesh