Charotar Sandesh
ઈન્ડિયા

હાય રે મોંઘવારી : પેટ્રોલ ૭૫ને પાર, ભાવ વર્ષની સર્વોચ્ય સપાટીએ પહોંચી…

ન્યુ દિલ્હી : પહેલા મંદી, બાદમાં મોંઘું શાકભાજી અને હવે મોંમાં પેટ્રોલ-ડીઝલ. દેશમાં વધી રહેલ મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાંખી છે. હવે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વર્ષની ટોચે પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ ૭૫ રૂપિયા લિટર થઈ ગઈ છે અને ડીઝલ ૬૬.૦૪ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

પેટ્રોલની કિંમત એક વર્ષની ટોંચી પહોંચી ગઈ છે. આ પહેલા દિલ્હીમાં ૨૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ પેટ્રોલ ૭૫.૨૫ રૂપિયા પ્રતિ લિટર હતું. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ ૭૫, મુંબઈમાં ૮૦.૬૫, કોલકાતામાં ૭૭.૬૭ અને ચેન્નઈમાં ૭૭.૯૭ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો ઇન્ડિન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં ડીઝલ, ૬૬.૦૪, મુંબઈમાં ૬૯.૨૭, કોલકાતમાં ૬૮.૪૫ અને ચેન્નઈમાં ૬૯.૮૧ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલ ૭૨ રૂપિયાની ઉપર અને ડીઝલ ૬૯ રૂપિયાની ઉપર વેચાઈ રહ્યું છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસમાં ૬ આતંકીઓને સેનાએ ઠાર કર્યા

Charotar Sandesh

હવે તમે વોટ્‌સએપમાં મેસેજ એડિટ કરી શકશો, આ રીતે કામ કરશે ફીચર, જુઓ

Charotar Sandesh

PM મોદી અને શાહ સામે આચારસંહિતા મામલે કાર્યવાહી કરવા કોંગ્રેસની સુપ્રીમમાં અરજી

Charotar Sandesh