સંસદમાં દેશમાં વધતા વાયૂ પ્રદૂષણ મુદ્દે પક્ષ-વિપક્ષ આમને સામને…
તમામ લોકો ૭ વૃક્ષો વાવે, તેનાથી ઓક્સિજન બેન્ક બનશે, હવાના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દેશમાં એક જન આંદોલનની જરૂર છે : પર્યાવરણ મંત્રીની જાહેરાત
ન્યુ દિલ્હી : કેન્દ્રના પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે સંસદમાં શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશમાં વાયુ પ્રદૂષણની ગંભીર પરિસ્થિતિ અંગે વિવિધ પક્ષો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓને સરકારે ગંભીરતાથી લીધી છે. ચીનના સૌથી વધુ પ્રદૂષિત શહેર બૈજિંગને હવાના પ્રદૂષણને પહોંચી વળવામાં ૧૫ વર્ષ થયા છે. પરંતુ અમારી સરકાર તેના કરતાં પણ ઓછા સમયમાં દિલ્હીને પ્રદૂષણમુક્ત બનાવશે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તમામ લોકો ઓછામાં ઓછા ૭ વૃક્ષો વાવે. તેના કારણે આપણી આસપાસ ઓક્સિજન બેન્ક બનશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રામ અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે લોકસભામાં અગામી સપ્તાહે એસપીજી એક્ટમાં ફેરફારને લઈને ચર્ચા થશે.
લોકસભામાં હવાના પ્રદૂષણ અને જળહવા પરિવર્તન(કલાઇમેટ ચેન્જ) અંગેના નિયમ ૧૯૩ હેઠળની ચર્ચાના જવાબમાં જાવડેકરે જણાવ્યું હતું કે હવાના પ્રદૂષણને કાબુમાં લેવા હવે ખરેખર તો સમગ્ર દેશમાં એક જન આંદોલનની જરૂર છે. વાયુ પ્રદૂષણનો પ્રશ્ન કોઇ આ કોઈ રાજકીય પ્રશ્ન નથી. આપણે બધાએ સાથે મળીને આનો સામનો કરવો પડશે અને આ માટે સતત પ્રયત્નો જરૂરી છે, એમ પણ તેમણે કહ્યું હતું.
દિલ્હી ભાજપ સાંસદ વિજય ગોયલે રાજ્યસભામાં પ્રદૂષિત જળનો મુદ્દો ઉઠાવ્યો. આ દરમિયાન પક્ષ-વિપક્ષમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. ત્યારે સભાપતિ નાયડૂએ હસ્તક્ષેપ કર્યો અને તેમણે કહ્યું- મહેરબાની કરીને બૂમબરાડા ન પાડો અને પોતાના ફેફસાંને ભાર ન આપો, કારણ કે હવાને કારણે આ હાલત બને છે. બંને ગૃહોમાં ગુરુવારે પણ ક્લાઈમેટ ચેન્જ અને પ્રદૂષણ પર ચર્ચા થઈ હતી.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભાજપના સાંસદ મેનકા ગાંધી અને કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલે પ્લાસ્ટિકથી પર્યાવરણ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો. તેની પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું- સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. તેના માટે જન જાગ્રૃતતા અભિયાન ચલાવવાની જરૂરિયાત છે.
શુક્રવારે રાજ્યસભામાં સરકાર માટે અટપટી પરિસ્થિતિ ઉભી થઈ જ્યારે અન્ય મંત્રીએ અધ્યક્ષની પરવાનગી વિના ગૃહના મેજ પર જરૂરી દસ્તાવેજો મૂકવાનો પ્રયાસ કર્યો હતો.. અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીનના બદલે અન્ય કેન્દ્રીય પ્રધાન સંજીવ બલિયાને ગૃહના ટેબલ પર મંત્રાલયને લગતા દસ્તાવેજો મૂકવા સામે વાંધો ઉઠાવ્યો હતો. અધ્યક્ષે નિર્દેશ આપ્યો કે એક મંત્રીની જગ્યાએ બીજા મંત્રી દ્વારા દસ્તાવેજો રજૂ કરવાના કિસ્સામાં અધ્યની પહેલાંની મંજૂરી લેવી જોઈએ. બાલિયને માફી માંગતા કહ્યું કે તેમને ૧૦ મિનિટ અગાઉ આ સંદર્ભે માહિતી મળી હતી.