Charotar Sandesh
બોલિવૂડ

પ્રભાસની આગામી ફિલ્મમાં પૂજા હેગડે ચમકશે, ફર્સ્ટ લુક શેર કર્યો…

મુંબઈ : સુપરસ્ટાર પ્રભાસને બાહુબલી ફિલ્મમાં કામ કર્યાં બાદથી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ ઘણી લોકપ્રિયતા મળી છે. પ્રભાસે ટ્‌વીટર પર ફિલ્મથી પોતાનો લુક શેર કર્યો છે. તસવીરમાં તે કોઈ મોટા પેલેસમાં જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે- હું આ વાત કરીને ખુબ ખુશ છું કે હું મારી આવનારી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છું. ફિલ્મના રોમાંચક શેડ્યૂલ તરફ હું વધી રહ્યો છું. પ્રભાસના પ્રશંસકો માટે આ મોટા સમાચાર છે. એક્ટર એકવાર ફરી મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. તે જોવાનું રહેશે કે પ્રભાસ આ ફિલ્મથી દર્શકો પર કેવો પ્રભાવ છોડી શકે છે.
પ્રભાસની આગામી ફિલ્મમાં અભિનેતાની વિરુદ્ધમાં પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મનું નિર્માણ ગોપી કૃષ્ણા મૂવીઝ અને યૂવી ક્રિએસન્સ દ્વારા કરવામાં આવશે. ફિલ્મને રાધા કૃષ્ણ દ્વારા તેલુગુમાં દિગ્દર્શિત કરવામાં આવશે સાથે અન્ય ભાષામાં ડબ પણ કરવામાં આવશે. મહત્વનું છે કે પ્રભાસના ચાહકો ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા છે. તેથી જ્યારે પણ અભિનેતાની કોઈ ફિલ્મ રિલીઝ થાય છે તો તે ચર્ચામાં જરૂર આવે છે. પ્રભાસ વર્ષમાં વધુ ફિલ્મ કરતો નથી. પરંતુ તેનું ધ્યાન મોટા બજેટની પ્રોડક્ટ પર વધુ રહે છે.

Related posts

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના મોતથી ચાહકો આઘાતમાં : પરિવારે ચક્ષુદાન કર્યું

Charotar Sandesh

આજકાલના ફિલ્મી ગીતો લાંબું ટકતાં નથી : ભાગ્યશ્રી

Charotar Sandesh

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ દર મહિને પ્રિયંકા ચોપડાને આપે છે ૬.૭૮ લાખ રૂપિયા…

Charotar Sandesh