પુનિત રાજકુમારને શુક્રવાર સવારે ૧૧.૩૦ વાગે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
બેંગલુરુ : કન્નડ ઈન્સ્ટ્રી માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં કન્નડ ફિલ્મના સુપરસ્ટાર પુનીત રાજકુમારનું નિધન થયું છે.
આજે શુક્રવારે સવારે પુનીત રાજકુમાર જિમમાં વર્કઆઉટ કરી રહ્યાં હતાં ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. સવારે લગભગ ૧૧.૩૦ કલાકે ૪૬ વર્ષીય પુનીત રાજકુમારને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તે સમયે પુનીતની સ્થિતિ નાજુક હતી અને તેમને હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પુનીતે ૩૦થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. વર્ષ ૧૯૮૫માં તે ફિલ્મ ’બેટ્ટાડા હોવુ’માં જોવા મળ્યા હતા. આ રોલ માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા હતા. આ સાથે તેમને નેશનલ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ છેલ્લે ફિલ્મ ’સુવરત્થાના’માં જોવા મળ્યા હતા. ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.
વિક્રમ હોસ્પિટલથી પુનીત રાજકુમારનો પાર્થિવદેહ ઘરે લાવવામાં આવ્યો છે. આવતીકાલ, ૩૦ ઓક્ટોબરે પુનીતનો પાર્થિવદેહ કાંતિરાવ સ્ટેડિયમ લઈ જવામાં આવશે. અહીંયા ચાહકો પોતાના ફેવરિટ સ્ટારના અંતિમ દર્શન કરી શકશે. પુનીત રાજકુમારના પરિવારે એક્ટરની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.
Other News : યૂઝર્સ કોજોલને કહ્યું બાઇકનું કવર પહેરીને કેમ આવી ?