Charotar Sandesh
ગુજરાત રાજકારણ

ચૂંટણી પંચે જીતુ વાઘાણી પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો

ગુજરાત BJP પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી પર ચૂંટણી પંચે 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જીતુ વાઘાણીએ સુરતમાં આપેલા એક ભાષણમાં કેટલાક આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને લઇને ચૂંટણી પંચે તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જીતુ વાઘાણી પર આ પ્રતિબંધ 2મે થી લાગુ કરવામાં આવશે અને ત્યારબાદના 72 કલાક સુધી તેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઇ શકશે નહીં. સુરતના અમરોલીમાં જીતુ વાઘાણી કોંગ્રેસ પાર્ટી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચે આના પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે ગુજરાતમાં ચૂંટણી સંપન્ન થઇ ચૂકી છે અને જીતુ વાધાણી અન્ય કોઇ રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ ન હોવાને લીધે આ પ્રતિબંધની કોઇ ખાસ અસર રહી નથી.

જીતુ વાઘાણી ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર પણ ચૂંટણી પંચે ભડકાઉ ભાષણ અને સાંપ્રદાયિક ટીપ્પણીઓ કરવાના મામલે 48 કલાકનો ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાન પર આ લોકસભા ચૂંટણી દરમિયાન બીજી વખત પ્રતિબંધ લાગ્યો છે.

Related posts

અંતે..માહિતી ખાતા સહિતની તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ…

Charotar Sandesh

પોલીસની દાદાગીરી : શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો…

Charotar Sandesh

હવે DGP નાગરિકોની સીધી ફરિયાદ સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત કરી

Charotar Sandesh