Charotar Sandesh
ઈન્ડિયા

ઓરિસ્સામાં આવેલા ફાની તોફાનની વલસાડમાં જોવા મળી અસર, ટ્રેન રદ્દ

ઓરિસ્સામાં ફાની વાવાઝોડું પૂરી કિનારે આવી ગયું છે, જેના કારણે કેટલાક નીચાણ વાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. વાવાઝોડાના કારણે 175થી 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડું બંગાળ થઇને બાંગ્લાદેશ તરફ આગળ વધવાની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફાની વાવાઝોડાના કરને ઓરિસ્સાના 15 જિલ્લાના 11 લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. ઓડીસામાં આવેલા ફાની વાવાઝોડાની અસર વલસાડમાં જોવા મળી છે. વલસાડથી પૂરી જતી ટ્રેનને રદ કરવામાં આવી છે.

તોફાનના કારણે પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા વલસાડથી ઓરિસ્સા જતી એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન રદ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરો રેલ્વે સ્ટેશન પર અટવાઈ ગયા છે. વાપી, ઉમરગામ, દમણ અને સેલવાસથી આવતા મુસાફરો રેલવે સ્ટેશન પર જ રોકવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સા ઘણા લોકો દમણ, સેલવાસ, દાદરા નગર હવેલી, ઉમરગામ આ તમામ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓમાં કામ કરે છે અને તેઓને વતન પરત ફરવા માટે આ એક ટ્રેન અઠવાડીયામાં એક વાર જ હોય છે. પરંતુ મુસાફરોને ટ્રેન રદ થવાની જાણ ન હતી. જેના કારણે જયારે મુસાફરી વલસાડ રેલ્વે સ્ટેશન પહોંચ્યા ત્યારે ટ્રેન રદ થવાના કારણે તેઓને સ્ટેશન પર જ અટવાવાનો વારો આવ્યો હતો. જે પણ ટ્રેન રદ થવાની હોય તેની માહિતી રેલ્વે તંત્ર દ્વારા ત્રણથી ચાર કલાક પહેલા મુસાફરોને આપવાના હોય છે, પરંતુ વલસાડ રેલ્વે સ્ટેશન પર મુસાફરોને ટ્રેન આવવાના 15 મિનીટ પહેલા જ ટ્રેન રદ થવાની જાણકારી આપવામાં આવી હતી. જેના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

Related posts

આગામી શુક્રવારે રહેશે લાંબામાં લાંબો દિવસ, જાણો કેમ…?

Charotar Sandesh

છત્તીસગઢ : ૭ નક્સલીઓ ઠાર, એકે-૪૭ સહિત અનેક હથિયારો મળી આવ્યાં…

Charotar Sandesh

ગૌત્તમ અદાણી ફરી એશિયાના ૨ નંબરે અને વિશ્વના ૧૪માં સૌથી ધનવાન

Charotar Sandesh