Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ગૌત્તમ અદાણી ફરી એશિયાના ૨ નંબરે અને વિશ્વના ૧૪માં સૌથી ધનવાન

મુકેશ અંબાણી (mukesh ambani) ની સંપત્તિ

મુંબઈ : આ પહેલા ૨૨ મે ૨૦૨૧ના રોજ અદાણી એશિયાના બીજા નંબરના ધનિક ઉદ્યોગપતિ બન્યા હતા. તે સમયે તેમની સંપત્તિ ૪.૯૮ લાખ કરોડ રૂપિયા હતી. ત્યારે મુકેશ અંબાણી (mukesh ambani) ની સંપત્તિ ૫.૭૩ લાખ કરોડ રૂપિયા હતી. મુકેશ અંબાણી દુનિયામાં ત્યારે ૧૩માં નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા. ૧૦ જૂને અદાણીની સંપત્તિ ૫.૬૯ લાખ કરોડ રૂપિયા જ્યારે અંબાણીની સંપત્તિ ૬.૧૩ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (gautam adani) ફરી એક વખત એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. જ્યારે તે વિશ્વના ૧૪માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (mukesh ambani) એશિયામાં પ્રથમ અને વિશ્વના ૧૨માં સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સનો ૧ સપ્ટેમ્બરના આવેલ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, અમેઝોનના જેફ બેઝોસ હજુ પણ વિશ્વમાં નંબર વન પર છે. તેમની સંપત્તિ ૨૦૦ અરબ ડોલરથી વધુ છે.

ટેસ્લાના માલિક એલન મસ્ક ૧૯૯ અબજ ડોલર સાથે બીજા ક્રમે રહ્યા છે

અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી (mukesh ambani) ની સંપત્તિ ૬.૫૫ લાખ કરોડ રૂપિયા હતી. ગૌતમ અદાણી (gautam adani) ની સંપત્તિ ૫.૨૪ લાખ કરોડ રૂપિયા હતી. અંબાણી ભલે રેન્કિંગમાં અદાણી કરતા આગળ હોય, પરંતુ રૂપિયા કમાવામાં અદાણીએ અંબાણીને પાછળ છોડી દીધા છે. અદાણીએ જે જૂનું રેન્કિંગ ફરીથી મેળવ્યું છે તેનું કારણ તેમની કંપનીઓના શેર વધ્યા છે. તેમની ત્રણ કંપનીઓ અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લા ૧૦ દિવસથી સારી તેજી જોવા મળી છે. અદાણી ટ્રાન્સમિશનના શેર દૈનિક ૫%ની અપર સર્કિટ સાથે બંધ થઈ રહ્યો છે. તેણે ગુરુવારે ૧ વર્ષની નવી ઉંચી સપાટી બનાવી હતી. ગુરુવારે તે રૂ. ૧,૭૩૫ પર ગયો હતો. અગાઉ તેની ઉંચી કિંમત ૧,૬૮૨ રૂપિયા હતી. જ્યારે અદાણી પાવર પણ ૫%ની અપર સર્કિટ સાથે ૧૦૮ રૂપિયા પર પહોંચી ગયો છે.

અદાણી ગેસ રૂ. ૧,૪૯૦ અને અદાણી એન્ટરપ્રાઇઝ રૂ. ૧,૫૮૮ પર પહોંચી ગયો છે.

Other News : India Vaccination : દેશમાં એક દિવસમાં ૧.૨૫ કરોડ લોકોને રસી રેકોર્ડ

Related posts

મંદ અર્થતંત્ર વચ્ચે મોદી-૨ સરકારનું ૧ ફેબ્રુઆરીએ પ્રથમ બજેટ…

Charotar Sandesh

કોરોના પર ગુડ ન્યૂઝ : દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૭ લાખથી પણ ઓછી થઈ…

Charotar Sandesh

રેલયાત્રીઓ પાસે જબરદસ્તી વસૂલી કરતા કિન્નરો સામે જાણો શું એક્શન લેવાયું

Charotar Sandesh