Charotar Sandesh
ક્રાઈમ ચરોતર

ઉમરેઠ પોલીસે ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂ ઝડપ્યો : કુલ 1.92 લાખનો મુદ્દામાલ જપ્ત…

ઉમરેઠ,
”કાટ  આવે, પણ ખાંટ ના આવે ”  ઉમરેઠ પોલીસ સ્ટેશનના  પીએસઆઇ આર.એન ખાંટને  સાવલી તરફથી વિદેશી દારૂનો જથ્થો  આવી રહયાની મળેલ ખાનગી બાતમીના પગલે તેમને તેમના પોલીસ સ્ટાફ સાથે લાલપુરા – સાવલી રોડ ઉપર વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
દરમ્યાન સાવલી તરફથી બાતમી જણાવેલ ઇકો કાર આવતા તેને રોકી અંદર તપાસ કરતા સીટની નીચે થી ભારતીય બનાવટની જુદી જુદી કંપનીની દારૂની પેટીઓ મળી આવી હતી કુલ 190 નંગ બોટલોની કિંમત 35.600 નો મુદ્દા માલ મળી આવતા કારમાં સવાર વિજય હઠીભાઈ પરમાર [રહે,નોખા તળાવ,ઓડ] તેમજ અક્ષય વિજય વાઘેલા [ રહે દેવરામપુરા,શીલી ] ની અટકાયત કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તેમની પાસે થી મળી આવેલ બે નંગ મોબાઇ ફોન, રોકડ તેમજ કાર મળી ઉમરેઠ પોલીસે કુલ 1.92.090નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

Related posts

વડતાલ સંસ્થાની પર્યાવરણ જતન માટે નવતર પહેલ : મંદિર દ્વારા પાંચ હજાર છ સો આંબા કલમોનું વિતરણ

Charotar Sandesh

વડતાલમાં પરંપરાગત જલઝીલણી સમૈયો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો : શોભાયાત્રા નીકળી

Charotar Sandesh

આણંદની બોરસદ ચોકડી વિસ્તારમાં કાદવ-કિચળનું સામ્રાજ્ય : વાહનચાલકો હેરાન-પરેશાન..!

Charotar Sandesh