૩૦ દિવસની અંદર આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ઉગ્ર પગલાં, હિન્દુ સંગઠનો દ્વારા લેવામાં આવશે તેવી ચીમકી…
આણંદ : શહેરમાં છેલ્લા દસ વર્ષમાં લઘુમતી લોકો હિન્દુ વિસ્તારોમાં ઘુષણખોરી કરી રહ્યા છે. ઘુષણખોરી કર્યા બાદ સ્થાનિક હિન્દુઓને મકાનો ખાલી કરવા માટે ખોટી રીતે હેરાન કરતા હોય છે. જેને લઈને હન્દુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે બાબતે છેલ્લા પાંચેક વર્ષથી વિવિધ હિન્દુ સંગઠનો તથા સ્થાનિક સોસાયટીઓના રહીશોએ જીલ્લા કલેકટર સહિત અવકુડા વિભાગના અધિકારીઓ તથા રાજ્ય સરકાર સુધી રજુઆત કરી હિન્દુ વિસ્તારમાં ઘુષણખોરી અટકાવવા માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. પરંતુ આ બાબતે વહીવટી તંત્રએ ગંભીરતાથી લીધી નથી. જેના કારણે હિન્દુ સમાજ મુશ્કેલીમાં મુકાય છે. જેને ધ્યાને લઈ આજે હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિ વિશ્વ હિન્દુ પરીષદ તથા બજરંગ દળ સહિત વિવિધ સંગઠનોએ આણંદ બેઠક મંદિરેથી વિશાળ રેલી કાઢી હતી. જેમાં હિન્દુ સમાજના લોકો વિવિધ
પોસ્ટરો સાથે જોડાયા હતા. અને અમદાવાદ-વડોદરા, ભરુચ સહિતના શહેરોની જેમ આણંદ શહેરમાં પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. આણંદ શહેરમાં બે દાયકા અગાઉ માત્ર પુર્વ પટ્ટીમાં લઘુમતી
સમાજના લોકોની વસ્તી હતી પરંતુ ત્યારબાદ તેઓએ આણંદ ૧૦૦ ફુટ રોડ પર આજથી ૨૦ વર્ષ અગાઉ ઓવરબ્રીજ નજીક આવેલી બે ત્રણ સોસાયટીમાં ઘુષણખોરી કરી અને હિન્દુઓને મકાન ખાલી કરાવ્યા હતા. જેના કારણે હિન્દુઓને સસ્તા ભાવે મકાન વેચીને અન્ય વિસ્તારોમાં જવું પડ્યું હતું. તેવી જ રીતે મહેન્દ્ર શાહની હોસ્પિટલ સુધી આવી જ પરિસ્થિતિ છે.
આ ઉપરાંત શહેરના જુના બસ સ્ટેન્ડના વિસ્તારમાં પણ ટુંકી ગલી, ધગટ ફળીયું સહિતના વિસ્તારોમાં ઘુષણખોરી કરીને હિન્દુઓને વિસ્તાર છોડવા માટે મજબુર કર્યા હતા. આ ઉપરાંત બસ સ્ટેન્ડ વિસ્તારમાં હિન્દુઓની દુકાનો સસ્તા ભાવે પડાવી લઈને બજારમાં પણ ઘુષણખોરી કરી છે અને તેઓ એકવાર ઘુસ્યા બાદ તેમના સમાજના લોકોને પણ ઘુસાડી આ વિસ્તારમાં કબ્જો જમાવી લે છે અને ત્યારબાદ તેઓ મનમાની કરી અન્ય સમાજના લોકો સાથે ગેરવર્તણુંક પણ કરતા હોય છે.