આણંદ : તારીખ 24-7-2021 ના રોજ ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં થાળી ડેકોરેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ એક્ટિવિટીનું આયોજન ઓનલાઈન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ 6 થી 10 ની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
આ એક્ટિવિટીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પરંપરાઓથી પરિચિત કરાવવાનો હતો.
જેથી કરીને તેમને કોઈ સામાજિક પ્રસંગે કે ધાર્મિક પ્રસંગમાં થાળી કેવી રીતે શણગારાય અને તેનું શું મહત્વ છે તે તેઓ સમજી શકે. આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી કાર્તિકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
- Jignesh Patel, Anand
Other News : ચરોતર ઇગ્લિશ મીડિયમ શાળા દ્વારા ધોરણ ૧થી ૫માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાવ્યું