વાશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, હોરમુજની ખાડીમાં તહેનાત તેમની સબમરીને ગુરુવારે એક ઈરાની ડ્રોન તોડી પાડ્યું છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, સબમરીન યુએસએસ બોક્સરે બચાવ માટે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે ઈરાનનું ડ્રોન તેનાથી માત્ર ૧૦૦૦ યાડ્ર્સ (૯૧૮ મીટર)ના અંતરે હતું. ડ્રોનથી શિપ અને તેના ક્રૂ મેમ્બર્સને જીવનું જાખમ હતું. શિપના હુમલાથી ડ્રોન સંપૂર્ણ પણે તોડી પડાયું છે.
વ્હાઈટ હાઉસમાં રિપોટ્ર્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન તરફથી આંતરરાષ્ટય જળમાર્ગ પર સબમરીન પર આ પ્રમાણનો હુમલો એક ચોંકાવનારી ઘટના છે. મારી અપીલ છે કે, આ મામલે દરેક દેશ સાથે આવે અને મુસાફરીની આઝાદીને પ્રોત્સાહન આપે. ટ્રમ્પે ખાડીમાં આવેલા બીજા દેશોને પણ સુરક્ષા માટે સાથ આપવા જણાવ્યું. પેંટાગનના જણાવ્યા પ્રમાણે, આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧૦ વાગે થઈ હતી. યુએસએસ બોક્સર આંતરરાષ્ટય જળમાર્ગથી ખાડી તરફ જઈ હતું. આ દરમિયાન એક ડ્રોન બોક્સરની નજીક આવી ગયું હતું. પેંટાગનના પ્રવક્તા જાનાથન હોફમેને જણાવ્યું કે, સબમરીન પર આવેલા સૈન્યકર્મીઓએ ઘણી વખત ડ્રોનને દૂર રહેવાની ચેતવણી આપી હતી. પરંતુ તે સતત આગળ વધતુ. અંતે સબમરીને બચાવમાં ડ્રોન તોડી પાડ્યું.
ઈરાને દાવો નકાર્યો
અમેરિકાની આ હરકતના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હોવાનો ક્્યાસ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે ટ્રમ્પના દાવાને નકારી દીધો છે. ઝરીફે ગુરુવારે સંયુક્ત રાષ્ટ મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાતમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે, મને અમારું કોઈ પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું હોય તેવી માહિતી મળી નથી. ઈરાનના એમ્બેસેડરે પણ અમેરિકાનો દાવો માનવાનો ઈનકાર કર્યો છે.