કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી
કેનેડા વિઝા કેન્દ્રોને સંચાલન કરનાર BLS ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપેલ છે, આ નોટિસમાં લખાયેલ છે
Canadaની સાથે ખાલિસ્તાન મુદ્દે ઉત્પન્ન થયેલ તણાવ વચ્ચે હવે ભારત દેશે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, કેનેડાના નાગરિકો માટે ભારત દેશે વિઝા સેવાઓને અનિશ્વિત કાળ સુધી બંધ દીધેલ છે, પરંતુ હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થયેલ નથી, પરંતુ Canada Visa કેન્દ્રોને સંચાલન કરનાર બીએલએસ ઇન્ટરનેશનલે પોતાની વેબસાઇટ પર આ જાણકારી આપેલ છે.
ઓપરેશનલ કારણોના લીધે ભારતની વિઝા સેવાઓ ૨૧ સપ્ટેમ્બરથી આગામી સૂચના સુધી બંધ રહેશે
ભારતના એક વરિષ્ઠ રાજદૂતે આ વાતની પુષ્ટિ કરી છે, BLS ઇન્ટનેશનલ- ઇન્ડીયા Visa એપ્લિકેશન સેન્ટર કેનેડા પરથી ટિકર હટાવી દેવામાં આવ્યું છે, ભારતીય વિઝા સેવાઓ ૨૧ સપ્ટેમ્બરથી આગામી સૂચના સુધી બંધ રહેશે.
Other News : આણંદ-ખેડા-વડોદરા સહિત ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી