Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

આણંદ જીલ્લાના ખંભાતમાં ૯ કલાકમાં ૧૩II ઇંચ વરસાદ ખાબકયો : નગરજનોમાં વડોદરાવાળી થવાનો ભય…

વરૃણદેવે એક જ દિવસમાં આણંદ જીલ્લામાં મેઘમહેર કરતા સર્વત્ર પાણી પાણી…

આણંદ : છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી રહયો છે. અનેક જગ્યાએ વરસાદને કારણે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે આણંદ જીલ્લાના ખંભાતમાં આજે સવારથી બપોર સુધીમાં ૧૩II ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર મેઘમહેર થઇ ગઇ છે અને અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. એક જ દિવસમાં ધોધમાર ૧૩II ઇંચ વરસાદ વરસતા લોકોમાં વડોદરાવાળી થવાનો ભય બેસી ગયો છે.

ખંભાત શહેરમાં આજે સવારથી મેઘરાજાનું આગમન થયું હતું. બપોરના ૩ વાગ્યા સુધીમાં ૧૩II ઇંચ વરસાદ વરસતા સાલવા, જહાંગીરપુર, રબાડીવાડ, સાગર સોસાયટી, બાવા બાજીસા, મોચીવાડ સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે નગરજનોને ઘરમાં જ પુરાઇ રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ખંભાતમાં માત્ર ૮ ઇચ વરસાદ પડયો હતો. તેની સામે આજે ૧૩II ઇંચ વરસાદ એક જ દિવસમાં વરસી જતા આખા સીઝનની વરસાદની ખોટ ભાંગી નાખી છે.

Related posts

લાલ દરવાજા પાસેથી 10 કિલો ચરસ સાથે બે કાશ્મીરી યુવક સહિત 3ની ધરપકડ

Charotar Sandesh

આણંદ પાલિકાએ પરિખભૂવન સહિત આ ૮૭ જર્જરીત મિલ્કત ધારકોને નોટીસ ફટકારી : જર્જરીત બિલ્ડીંગો મુદ્દે સરકાર એક્શનમાં

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી આણંદ દ્વારા કેડેટ્સની પ્રાથમિક પસંદગી અને તાલીમ પ્રક્રિયા શરૂ કરાઈ…

Charotar Sandesh