વોશિંગ્ટન,
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષમાં થયેલા ગુનાની તપાસ શરુ કરી છે. આ મામલો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી બેન્ક અકાઉન્ટને હેક કરી તેનાથી લેવડદેવડ કરવા અંગે જોડાયેલો છે. નાસાની ટોચની એસ્ટ્રોનોટ એની મૈકક્લેન તેમાં આરોપી છે. ૨૦૧૪માં મૈકક્લેનના લગ્ન વાયુસેનાના પૂર્વ અધિકારી સમર વોર્ડન સાથે થયા હતા. કંસાસના રહેવાસી વોર્ડન સાથે ૨૦૧૮માં તેણે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ ૩ ડિસેમ્બર ૨૦૧૮ એનીની પસંદગી માસાના છ મહિનાના મિશન માટે થઇ હતી અને તે બાદમાં આઈએસએસ જતી રહી હતી.
૨૪ જૂન ૨૦૧૯ના એની પૃથ્વી પાછી ફરી. આ ૬ મહિના દરમિયાને તેણે અંતરિક્ષમાંથી જ વોર્ડનના બેન્ક અકાઉન્ટમાંથી લેવડદેવડ કરી હતી. માર્ચમાં તેની જાણકારી વોર્ડનને મળી. વોર્ડને ફેડરલ ટ્રેડ કમિશનમાં આ મામલાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નાસાના કોમ્પ્યુટરથી બેન્ક અકાઉન્ટને હેક કરવામાં આવ્યું હતું. બેન્કના એટર્નીએ તેના પુરાવા પણ રજૂ કર્યા હતા.
નાસાએ માર્ચમાં થયેલી ફરિયાદ પર તાત્કાલિક કોઇ કાર્યવાહી કરી નહીં. આ દરમિયાન સ્પેસવોક માટે જે બે મહિલાઓની પસંદગી થઇ તેમાં એનીનું નામ પણ સામેલ હતું. તેનાથી તેને વધુ પ્રસિદ્ધી મળી. જોકે બાદમાં સ્પેસવોકને સ્પેસ શૂટ અને સેક્સિજમને પ્રોત્સાહિત કરવાના આરોપથી એજન્સીએ તે રદ્દ કરી દીધી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલો અંતરિક્ષ સાથે જોડાયેલો હતો. તેથી ફેડરલ ટ્રેડ કમિશન અને પોલીસ કંઇ કરી શકતી ન હતી. તેના લીધે આ મામલો નાસાને સોપવામાં આવ્યો.નાસાએ આ ઘટનાની આંતરિક તપાસ ઓફિસ ઇન્સ્પેક્ટર જનરલ પાસે કરાવડાવી અને હવે બીજી એક ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે. સ્પેસ એજન્સી નાસાએ એક એસ્ટ્રોનોટ તરીકે એનીના કામની પ્રશંશા કરી પરંતુ તેના વ્યક્તિગત મામલાઓ વિશે કોઇ ટિપ્પણી કરી નથી. લેફ્ટિનન્ટ કર્નલ મૈકક્લેને એરફોર્સમાં કરિયર બનાવ્યું છે. તે ફાઇટર પ્લેનના મિશનમાં પણ સામેલ રહી છે.
- Nilesh Patel