મુંબઈ : ટાઈગરે આપેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મેં મારી આખી લાઈફમાં માત્ર તેમને જ જોયા છે. મારા એમની સાથે ગુરુ-શિષ્યના રિલેશન છે.’ ટાઈગરે કહ્યું કે તેમનામાં અને મારામાં જે સમાનતા છે તે સંયોગ નથી. ‘હું હંમેશાં તેમની જેવો બનવા માટે વિચારતો રહેતો હતો. જેમ કે મને ખબર હતી કે હું તેમની જેમ ડાન્સ કરવા ઈચ્છતો હતો. માટે હું સૂતા પહેલાં રોજ રાત્રે હ્રિતિકના જ સોન્ગ જોતો હતો. હું સ્ટેપ્સ વિશે વિચારીને સુઈ જતો હતો. બીજા દિવસે સવારે, હું તે સ્ટેપ્સને ફરી યાદ કરતો હતો. આ મારી ટ્રેનિંગ હતી.’
ટાઈગરે હ્રિતિક સાથેની તેની પહેલી મુલાકાત વિશે જણાવ્યું કે, ‘૨૦૦૬ દરમ્યાન જ્યારે હું ૧૪ વર્ષનો હતો ત્યારે મને મારો એક ફ્રેન્ડ તેના જીમમાં લઈને ગયો હતો જેમાં હ્રિતિક આવતા હતા. તેઓ મને જોઈને ખુશ થઇ ગયા કારણકે ૧૯૯૩માં કિંગ અંકલના સમયથી તેઓ મને ઓળખે છે. તે ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને પપ્પા ફિલ્મમાં હતા. હું તે સમયે નાનો હતો અને તેમને મળી ચૂક્યો હતો. ત્યારબાદ અમારી મુલાકાત એક અવોર્ડ શોમાં થઇ જ્યાં તેમણે મને બેસ્ટ ડેબ્યુટન્ટનો અવોર્ડ આપ્યો હતો. અમે ત્યારે સ્ટેજ પર સાથે ડાન્સ પણ કર્યો હતો.