Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : કામચલાઉ સિવિલમાં હડકવાની રસીની અછત થતા દર્દીઓને નડીઆદ સુધી લાંબા થવાની ફરજ પડી…

આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવા ચાલી રહેલ ધાધીયાના કારણે બાઈ બાઈ ચારણી ની સ્થિતિ સર્જાવા પામી રહી છે…

આણંદ : આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવા ચાલી રહેલ ધાધીયાના કારણે બાઈ બાઈ ચારણી ની સ્થિતિ સર્જાવા પામી રહી છે ત્યારે શહેરમાં રખડતા ઢોરો હડકાયા કુતરાના ત્રાસથી ભોગ બનેલ દરદીઓ માટે કામચલાઉ સીવીલ માં હોસ્પીટલમાં હડકવાની રસીની અછતના પગલે દરદીઓને નડીયાદ સુધી લાબા થવાની ફરજ પડવા પામતા સામાન્ય જનતા પ્રજાજનો આ ક્રોશની લાગણી વ્યાપવા પામી હોવાનુ જાણવા મળેલ છે.

સુત્રોના જણાવ્યા મુજબ આણદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવાસરકારના યેનકેન પ્રકારના ધાધીયાના કારણે બાઈ બાઈ ચારણીની સ્થિતિસર્જાવા પામી છે ત્યારે તેના વૈકલ્પીક ઉકેલ માટે સરકારે રૂ. ૭૫ લાખ ના ભાડા કરારથી પાલિકા હસ્તકની હોસ્પિટલને કામ ચલાઉ સીવીલ હોસ્પીટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી આણદના માર્ગો પર હડકાયા કુતરાના ત્રાસ વધવા પામતા વાહનચાલકો તથા રાહદારીઓ કુતરા કરડવાના ભોગ બની રહયા છે ત્યારે કામ ચલાઉ સિવિલ હોસ્પિટલમાં હડકવાની રસીની અછત વર્તાવા પામતા દરદીઓને નડીયાત સુધી લાબા થવાની ફરજ પડવા પામતા સામાન્ય જનતામાં આક્રોશની લાગણી વ્યાપવા પામી હોવાનુ જાણવા મળેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આણદ વિદ્યાનગર વિસ્તારમાં એક તરફ ગાયોના ધણ મુખ્ય માર્ગ પર છુટા મુકાતા હોવાના કારણે વારનવાર અકસ્માતસર્જાવા પામતા હોય છે ત્યારે છેલ્લા ચાર દિવસથી માર્ગ પર રખડતા કુતરાના ત્રાસ પણ વધવા પામતા હડકાયા કુતરાના ત્રાસથી વાહનચાલકો તથા રાહદારીઓ કુતરા કરડવાના ભોગ બની રહેવા પામ્યા છે.
જેના કારણે પણ પ્રજામાં સ્થાનિક તંત્ર પર આગળી ચીંધવા પામી છે. ત્યારે બળતામાં ઘી હોમાતુ હોય તેમ સરકારી દવાખાનામાં જ હડકવાની રસીની અછત સર્જાવા પામતા પીડીતો માટે મુશ્કેલીમાં વધારો થવા પામી રહયાનુ જાણવા મળેલ છે.

નવાઈની વાત તો એ છે કે આણદ ખાતે સીવીલ હોસ્પીટલ સાકાર કરવા છેલ્લા સાત વર્ષથી વિવિધ સ્થળે ખાતમુહુર્ત કરવામાં આવ્યા બાદ પણ જમીન સ્થળના મુદ્દે સ્થાનિક નેતાઓની અવળચડાઈ ના કારણે સરકાર સીવીલ હોસ્પીટલ સાકાર કરવા અસમજસ સ્થિતિમાં મુકાઈ જવા પામી છે અને તેના કારણે ત્રણ વર્ષ પૂર્વ વ્યાયામશાળા વાળી જગ્યા સરકારને સીવીલ હોસ્પીટલ સાકાર કરવા ફાળવી દેવામાં આવી હોવા છાતં મુખ્યમત્રી હોય કે નાયબ મુખ્યમત્રી સીવીલ હોસ્પીટલ સાકાર કરવા મુદ્દે જમીન સ્થળ પસદગીના ગાણા ગાઈ આશ્વાસન આપી રહયા છે ત્યારે વર્તમાન સ્થિતિ જોતા આણદના માર્ગ કાં તો રખડતી ગાયો કાતો રખડતા કુરતાના ત્રાસથી વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અભિશાપ બની રહયાની ચર્ચા ઉઠવા પામી હોવાનુ જાણવા મળેલ છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બાંધણી – પેટલાદ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

એલર્ટ : ઉત્તરાયણ પર્વમાં બેદરકારી બાદ આણંદમાં આજે ર૪ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા

Charotar Sandesh

રૂટ્‌સ ફાઉન્ડેશન દ્વારા નાવલીમાં ‘મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે…

Charotar Sandesh