મુંબઈ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે જ્યારથી જાહેરમાં એકબીજાને પ્રેમનો એકરાર કર્યો ત્યારથી જ તેના લગ્નની વાતો ખુબ ઉડવા લાગી. આ વચ્ચે એક એવી ખબર આવી હતી કે જ્યારે ૨૦૨૦માં ઋષી કપૂર આવી જશે પછી લગ્ન કરશે. એવામાં હવે તો ઋષી કપૂર પણ આવી ગયા છે. આ સાથે જ એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે કે રણબીર અને આલિયા ૨૨ જાન્યુઆરી ૨૦૨૦માં લગ્ન કરશે.
આ વિશે જ્યારે આલિયાને પુછવામાં આવ્યું તો તેનું રિએક્શન કંઈક અલગ જ હતું. આલિયા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને ત્યારે એક રિપોર્ટરે તેને આ વાયરલ ખબર વિશે પુછ્યું હતું. રિપોર્ટરે આલિયાને પુછ્યું કે મેમ એક ખબર મળી છે તે શું કન્ફોર્મ છે? ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પાક્કું જ છે? તો આલિયાએ હસતાં હસતાં કહ્યું કે હું શું કહું? આલિયાએ આ રીતે હસીને વાત ફંગોળી દીધી પરંતુ એની સ્માઈલ ઘણું બધું કહી ગઈ. હવે સોશિયલ મીડિયામાં આ ખબર ખુબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર આલિયા અને રણબીરના લગ્નનું એક કાર્ડ પણ ફરતું થઈ ગયું છે. આ કાર્ડમાં પણ આ જ વાત છાપવામાં આવી છે કે ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે જોધપુરમાં આવેલ ઉમ્મેદ ભવન પેલેસમાં રણબીર આલિયાના લગ્ન થવાના છે. પરંતુ આ કાર્ડ તો ફેક છે એવા સમાચાર મળ્યા છે. કારણ કે કાર્ડમાં ગ્રામર અને સ્પેલિંગની ખુબ ભૂલ છે.