Charotar Sandesh
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

Health tips – આખુ જીવન સ્વસ્થ રહેવા માટે ક્યારેય ન ભૂલશો 12 કામની વાત…

મિત્રો આજકલ સૌ કોઈ હેલ્થ પ્રત્યે જાગૃત થઈ ગયા છે. અને સ્વસ્થ રહેવા માટે હેલ્દી ડાયેટ લે છે અને નિયમિત વ્યાયામ પણ કરે છે. પરંતુ મિત્રો રોજબરોજના જીવનમાં તમે અનેક એવી વાતોને નજર અંદાજ કરી દો છો જે આરોગ્યને નુકશાન પહોંચાડે છે. આજે અમે આપને બતાવી રહ્યા છીએ કેટલીક એવી ટિપ્સ જેને અપનાવીને તમે આખુ જીવન સ્વસ્થ અને બીમારીઓથી બચી શકો છો. તો ચાલો જાણીએ હેલ્થ માટે જરૂરી 12 કામની વાતો

1. સવારે ઉઠીને રોજ સાધારણ ગરમ પાણી એટલે કે કુણુ પાણી જરૂર પીવુ જોઈએ. તેનાથી તમારા પેટ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓથી તમે બચ્યા રહો છો.
2. સ્વસ્થ રહેવા માટે સવારે પેટ ભરીને બ્રેકફાસ્ટ કરવો જોઈએ. તેનાથી તમારી અનેક હેલ્થ પ્રોબલમ્સ દૂર રહે છે.
આ ઉપરાંત તમારા બ્રેકફાસ્ટમાં વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, ફોલેટ, ફાઈબર અને પ્રોટીન યુક્ત ફુડ્સનુ સેવન કરો
3. બપોરે જમ્યા પછી 1 ગ્લાસ છાશ કે લસ્સી જરૂર પીવો. તેનાથી તમારુ જમવાનુ ડાયજેસ્ટ થઈ જશે. અને તમે અનેક બીમારીઓથી બચ્યા રહેશો.
4. રાત્રે જમ્યા પછી 1 ગ્લાસ દૂધ પીવુ ભૂલશો નહી. તમે ચાહો તો દૂધમાં તુલસી બદામ કે કંઈક અન્ય વસ્તુ મિક્સ કરીને પી શકો છો. તેનાથી તમને ઉંધ સારી આવ્શે અને ખાવાનુ પણ પચી જશે.
5. જ્યારે તમે ક્કોઈ પણ વસ્તુને ફ્રિજમાંથી કાઢો છો તો તેને સામાન્ય તાપમાન સુધી આવવામાં ઘણો સમય લાગે છે. તેથી સારુ રહેશે કે ફ્રિજમાંથી કાઢેલી કોઈપણ વસ્તુને ઓછામાં ઓછા 1 કલાક પછી જ ખાવી જોઈએ.
6. રાત્રે વધુ ખાવાથી સારી ઉંઘ આવતી નથી અને જમવાનુ પચતુ પણ નથી. તેથી રાત્રે વધુ ન ખાશો તમે બપોરે પેટભરીને ખાઈ લો કે સાંજે ચા સાથે કેટલાક સ્નેક્સ ખાઈ લો.
7. રાત્રે લસ્સી પીવી આરોગ્ય માટે હાનિકારક રહે છે. તેથી લસ્સી હંમેશા સવારે કે બપોરે પીવી જોઈએ.
8. ભોજન કર્યા પછી ઓછામાં ઓછા 15-20 મિનિટ જરૂર ચાલો. તેનાથી તમારુ ખાવાનુ પચી જશે આ ઉપરાંત તમે હંમેશા સ્વસ્થ પણ રહેશો.
9. બપોરના ભોજનમાં અજમાનો ઉપયોગ જરૂર કરો. તેનાથી પેટ સાફ રહેવા ઉપરાંત તે તમારા આરોગ્ય માટે પણ સારુ રહે છે.
10. આજકલ જલ્દી જલ્દી અને ડાઈનિંગ ટેબલ પર બેસીને જ જમે છે પણ ધ્યાન રાખો કે ભોજન હંમેશા
નીચે બેસીને અને સારી રીતે ચાવીને ખાવુ જોઈએ. તેનાથી તમારા આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ દૂર થાય છે.

Related posts

દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં શિવલિંગને અભિષેક કરવાથી મળતા ફળો-આશિર્વાદ, જુઓ વિગતે

Charotar Sandesh

ૐ નું ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે ફાયદા…

Charotar Sandesh

હાલના સમયમાં થઇ રહેલ કેન્સર અને ગંભીર બિમારીઓનું કારણ શું…?

Charotar Sandesh