Charotar Sandesh
ઈન્ડિયા

RBIના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપ્યુ

  • ૭ મહિનામાં આરબીઆઇને બીજો આંચકો,ડિસેમ્બરમાં ઉર્જિત પટેલે રાજીનામું આપ્યુ હતુ
  • વિરલ આચાર્યએ છ મહિનાના કાર્યકાળ પહેલા રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક,રાજીનામા માટે અંગત કારણ જણાવ્યુ, છેલ્લી બે નાણાકીય નીતિ દરમિયાન એમપીસીના બાકીના સભ્યો સાથે તેઓ અસહમત પણ હતા

મુંબઇ,
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એક મોટો ઝાટકો લાગ્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્ય એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાત મહિનાની અંદર બીજી વખત છે જ્યારે આરબીઆઈના કોઇ ઉચ્ચ અધિકારીએ કાર્યકાળ પૂરો થયા પહેલાં જ પોતાના પદને છોડી દીધું છે. આની પહેલાં આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલે ડિસેમ્બરમાં ખાનગી કારણ દર્શાવી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
અગત્યની વાત એ છે કે ડેપ્યુટી ગવર્નર વિરાલ આચાર્ય એ કાર્યકાળ પૂરો થવાના લગભગ છ મહિના બાકી હતા ત્યાં જ પદ છોડી દીધું છે. વિરલ આચાર્ય આરબીઆઈના એ મોટા અધિકારીઓમાં સામેલ હતા જેમણે ઉર્જીત પટેલની ટીમનો હિસ્સો મનાતા હતા.
આપને જણાવી દઇએ કે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે ૨૩મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ જોડાયા હતા. તે પ્રમાણે અંદાજે ૩૦ મહિના કેન્દ્રીય બેન્ક માટે પોતાના પદ પર કાર્યરત રહ્યા.
આની પહેલાં ડિસેમ્બર ૨૦૧૮મા ઉર્જીત પટેલે આરબીઆઈના ગવર્નર તરીકે કાર્યકાળ પૂરો થતાં પહેલાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉર્જીત પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ખાનગી કારણોસર રાજીનામું આપી રહ્યા છે. ઉર્જીત પટેલના રાજીનામાં બાદ શક્તિકાંત દાસને આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિમણૂક કરાયા હતા.
છેલ્લા થોડા મહિનાથી ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના વિચારો ઇમ્ૈંના નવા ગવર્નર શક્તિકાંત દાસના નિર્ણયો કરતાં અલગ હતા. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લી બે મોનીટરિંગ પોલિસીની બેઠકમાં મહેંગાઈ દર અને ગ્રોથ રેટના મુદ્દામાં વિરલ આચાર્યના વિચારો અલગ હતા.
મીડિયા રિપોટ્‌ર્સમાં જણાવ્યા પ્રમાણે આચાર્યએ રાજીનામા માટે અંગત કારણ જણાવ્યું છે. તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ટીચિંગ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્જિત પટેલના રાજીનામા પછીથી તેઓ અસહજ અનુભવી રહ્યા હતા.
અત્યારે રિઝર્વ બેન્કના સિનિયર ડેપ્યુટી ગવર્નર એન. વિશ્વનાથનની ટર્મ પૂરી થવા આવી છે. પરંતુ વિરલ આચાર્યએ એકાએક રાજીનામુ આપતા વિશ્વનાથનની ટર્મ લંબાવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Related posts

હવે દિલ્હીમાં માસ્ક નહી પહેરનારે ૨૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે…

Charotar Sandesh

PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું : ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન અપાશે, જાણો અન્ય વિગત

Charotar Sandesh

દેશની પહેલી ઘટના : માતાને કાંધ આપનારા ૫ દિકરાના કોરોનાથી થયા મોત…

Charotar Sandesh