3 જાન્યુઆરીથી 15-18 વર્ષી ઉંમરના બાળકો માટે દેશમાં વેક્સીનેશ શરુ થશે
સ્વાસ્થ્ય કર્મીઓ માટે 10 જાન્યુઆરી 2022 થી પ્રીકેશન ડોઝ બૂસ્ટર ડોઝની શરુઆત થશે
60 વર્ષથી ઉપરના ગંભીર બીમારીવાળા લોક માટે પણ પ્રીક્વેશન ડોઝ બૂસ્ટર ડોઝની શુરઆત થશે
ન્યુ દિલ્હી : PM મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે, જેમાં તેમને કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે.
પીએમ મોદીએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત પીએમએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિનેશનને લઈને જાણકારી આપી.
પીએમ મોદી દેશને સંબોધન કરી રહ્યા છે, આ પહેલા પીએમ એ રાષ્ટ્રને વડાપ્રધાનના સંબોધનની જાણકારી આપી હતી.
રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી
પીએમ મોદીએ કહ્યું કે આ સમય સાવધાન થવાનો પણ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ઓમાઈક્રોનું સંક્રમણ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ સમયે ગભરાશો નહીં. સાવચેત રહો, સાવધાન રહો. માસ્કનો ઉપયોગ કરો અને અમે સમયાંતરે હાથ ધોવાનું ભૂલશો નહી.
Other News : વેક્સિનેટેડ સંક્રમિત થાય તો ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નહી હોય : સિવિલ અધિક્ષક