Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ૧૨૭થી વધુ ગામોમાં એલર્ટ જાહેર…

પંચમહાલ,
કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા પંચમહિલ સહિત તેની આજુબાજુના જિલ્લાઓના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીકાઠાં વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને પોતાનાં પશુઓને બાંધીને નહીં પરંતુ છુટા રાખવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કડાણા ડેમમાંથી હાલ ૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. હાલ વણાકબોરી ડેમનું લેવલ ૨૩૨ મીટર છે, પરંતુ જો આવી જ આવક સતત ચાલુ રહેશે તો ડેમમાં પાણીની સપાટી ભયજનક લેવ ૨૪૨ સુધી પહોંચે તેવી સંભાવના છે. તંત્ર દ્વારા ૨૪૨ મીટરના લેવલને બ્લ્યૂ સિગ્નલ આપવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરી નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. આ સાથે જ તેમને પશુઓને પણ છુટા રાખવા માટે અપીલ કરાઈ છે.
શહેરા તાલુકાના ગમન બારીયા ગામના મુવાડા વાછરડી ઉછેર કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. આ વ્યક્તિ એમજીવીસીએલનો કર્મચારી હતો અને વછરડી ઉછેર કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં વિજ પુરવઠો બંધ કરવા ગયો હતો. અચાનક પાણી આવી જતાં આ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે વિજપોલ પર ચડી ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસની સાથે મળીને દોરડું નાખી વીજ કંપનીના કર્મચારીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Related posts

એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી ૪ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે…

Charotar Sandesh

ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા ધાનાણીએ મુખ્યમંત્રી પાસે માંગ કરી…

Charotar Sandesh

હિન્દુવાદી સંગઠનોએ કરી પોલીસ કમિશ્નરને રજૂઆત : હવે ખોટું બોલી વિધર્મી યુવકો ગરબામાં ઘુસ્યા તો ખેર નથી

Charotar Sandesh