જિલ્લા અધિક્ષક ખેડા-નડીઆદ નાઓએ સુચના આપેલ મુજબ એસઓજી તથા એએચટીયુ ખેડા-નડીઆદ પોલીસે કઠલાલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી રોશન સક્સેના, ઉ.વ. ૨૫, રહે. અસારવા ચકલા નિલકંઠ મહાદેવ અખાડા પાસે, શાહીબાદ અમદાવાદને ઝડપી પાડી વધુ તપાસ માટે સર્કલ પો.ઈન્સ. કપડવંજ નાઓને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.