Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપે માત્ર લોકોને જ નહિ સાધુઓને પણ મૂર્ખ બનાવ્યાઃ કોમ્પ્યૂટર બાબા

મધ્યપ્રદેશમાં ભાજપનાં પૂર્વ મંત્રી અને કોમ્પ્યુટર બાબા તરીકે જાણીતા સાધુએ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર દિગ્વજય સિંઘને જીતાડવા માટે યજ્ઞ હાથ ધર્યો છે. ભાજપ સરકાર સામે નારાજ થયેલા કોમ્પ્યુટર બાબાએ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને ભાજપને હરાવવા માટેનો કોલ આપ્યો હતો.
કોંગ્રેસે મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વજય સિંઘને ભોપલથી મેદાને ઉતાર્યા છે જ્યારે ભાજેપ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપી છે. દિગ્વજય સિંઘે ચૂંટણીનાં જંગમાં જીતવા માટે સાધુઓનો સહારો લીધો છે.
કોમ્પ્યુટર બાબાએ જણાવ્યું કે, આ સાધુઓ કોંગ્રેસ સાથે નથી પણ ભાજપની વિરુદ્ધ છે. ભાજપમાંથી કોઇ વ્યક્ત દિગ્વજય સિંઘ સામે લડવા માંગતુ નહોતુ એટલા માટે ભાજપે ભગવાધારી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવી છે.
કોમ્પ્યુટર બાબા મંત્રો બોલતા જાય છે અને કહે છે કે, રામ નામ અબકી બાર, બદલ કે રખ દો ચૌકીદાર”. મંગળવારે યોજાયેલા યજ્ઞમાં કોમ્પ્યુટર બાબાની સાથે હજ્જારો સાધુઓ જાડાયા હતા.
કોમ્પ્યુટર બાબાએ ભાજપ પર આક્ષેપ કરતાં કે, ભાજપે માત્ર લોકોને જ મૂર્ખ નથી બનાવ્યા પણ સાધુઓને પણ મૂર્ખ બનાવ્યાં. મારી સાથે રહેલા સાધુઓ એક મતે કહે છે કે, રામ મંદિર વગર મોદી વડાપ્રધાન નહીં બની શકે. દિગ્વજય સિંઘ વિજેતા બને તે માટે અમે યજ્ઞ કરીએ છીએ.

Related posts

શેરબજારમાં દિવાળી : સેન્સેક્સમાં ૭૯૩ અંકનો ‘હાઇજમ્પ’

Charotar Sandesh

દેશમાં ‘કોરોના ઘાત’ : એક જ દિવસમાં ૮,૦૦૦થી વધુ કેસથી ફફડાટ…

Charotar Sandesh

વર્ક ઈન પ્રોગેસનું બોર્ડ લગાવી કામને લટકાવી દેવામાં આવે છે : વડાપ્રધાન

Charotar Sandesh