Charotar Sandesh
ઈન્ડિયા

વર્ક ઈન પ્રોગેસનું બોર્ડ લગાવી કામને લટકાવી દેવામાં આવે છે : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)

“ગતિ શક્તિ”નું લોન્ચીંગ

આજે દેશભરમાં ૧૬ હજાર કિલોમીટરથી વધુ ગેસ પાઇપ લાઇન પર કામ ચાલી રહ્યું છે

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) એ બુધવારે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ’ગતિ શક્તિ’ લોન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત દેશભરમાં રેલ, મેટ્રો, જળમાર્ગ સહિત તમામ ક્ષેત્રોમાં ૧ લાખ કરોડ રૂપિયા સુધીના કામો કરવામાં આવશે. આ પ્રોજેક્ટની શરૂઆત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ૨૫ વર્ષ સુધી દેશના વિકાસનો પાયો નાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ૨૧ મી સદીમાં દેશના વિકાસ માટેનો રોડમેપ ગતિ શક્તિ દ્વારા તૈયાર કરવામાં આવશે. આ દ્વારા તમામ મહત્વના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિકાસ માટે મહત્વનું ગણાવતા તેમણે કહ્યું કે ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ મહત્વનું છે. તેના આધારે જ દેશ વિકાસના માર્ગે આગળ વધી શકે છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધી તમામ સરકારી વિભાગો અલગ અલગ કામ કરતા હતા. તેમની વચ્ચે કોઈ સમન્વય નહોતો અને તેના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થયો. હવે એવું નહીં થાય. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષના વિરોધ પર પણ કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ’કેટલાક લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિરોધ કરવામાં ગર્વ લે છે. એટલું જ તેઓ કરે છે. ’

પીએમ નરેન્દ્ર મોદી (PM modi) એ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમારો અભિગમ સંકલન સાથે વિકાસ પ્રોજેક્ટ્‌સ પર કામ કરવાનો રહ્યો છે. આનાથી વિકાસને વેગ મળ્યો છે

તેમણે કહ્યું કે, છેલ્લા ૭૦ વર્ષની સરખામણીમાં, ભારત આજે વધુ ઝડપે અને મોટા પાયે કામ કરી રહ્યું છે. કેટલાક પક્ષો માત્ર ટીકામાં વ્યસ્ત છે. આ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિરોધ કરી રહ્યા છે.

Other News : Alert : દિલ્હીમાં પાકિસ્તાની આતંકી ઝડપાયો છે, તહેવારોમાં હુમલો કરવાનું ષડયંત્ર હતું

Related posts

INX કેસમાં પી. ચિદમ્બરમને ઝટકો, ૨૬ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર…

Charotar Sandesh

Corona : દેશમાં ૮૧ દિવસમાં કોરોનાના દૈનિક કેસ ૬૦ હજારથી ઓછા…

Charotar Sandesh

દેશમાં કોરોના ટેસ્ટિંગમાં ઝડપ, દૈનિક 10 લાખને પાર : અત્યાર સુધીમાં કુલ 3.4 કરોડ ટેસ્ટ હાથ ધરાયા…

Charotar Sandesh