Charotar Sandesh
વર્લ્ડ

યુ.એસ.માં શ્રી શકિત મંદિર, જયોર્જીયા મુકામે નવરાત્રિ ઉત્સવ ઉજવાશે…

હવન અષ્ટમી ૬ ઓકટો.રવિવારે તથા ૧૧ અને ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ શરદ પૂર્ણિમા ગરબા…

USA : યુ.એસ.માં અંબાજી USA શ્રી શકિત મંદિર, ૧૪૫૦, હુઇ રોડ, લેક સીટી જયોર્જીયા મુકામે ૨૯ સપ્ટેં. રવિવારથી ૭ ઓકટો. સોમવાર સુધી નવરાત્રિ ઉત્સવ ઉજવાશે. જે દરરોજ રાત્રે ૮-૩૦ કલાકે શરૃ થશે. જેમાં તમામ હિન્દુધર્મીઓ આવકારપાત્ર છે. શુક્રવારથી સોમવાર સુધીના ડેઇલી પાસ માટે ૧૦ ડોલરની ટિકિટ રાખવામાં આવી છે. જે અંતર્ગત આવનારાઓનું આઇ.ડી.તપાસી શકાશે તેમ જણાવાયું છે.

માતાજીની શોભાયાત્રા ૨૯ સપ્ટેં.રવિવારે રાત્રે ૮ વાગ્યે નીકળશે. જે નિજ મંદિરથી સુમન્ત સેન્ટર જશે. તથા ૭ ઓકટો સોમવારે આરતી બાદ સુમન્ત સેન્ટરથી નિજ મંદિર જશે. હવન અષ્ટમી ૬ ઓકટો. રવિવારે ઉજવાશે. જે અંતર્ગત દુર્ગાષ્ટમી હવનનો સમય બપોરે ૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. જેમાં યજમાન બનવા માટે ૨૫૧ ડોલર ફી રાખવામાં આવી છે. શરદ પૂર્ણિમા ગરબા ૧૧ ઓકટો શુક્રવાર તથા ૧૨ ઓકટો. રવિવારે થશે.

  • Nilesh Patel

Related posts

અમેરિકાની ૨૦૦ કંપનીઓ પર એકસાથે હેકર્સે રેનસમવેર એટેક કરતા ખળભળાટ…

Charotar Sandesh

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કહેર, ૧ લાખથી વધુ નવા સંક્રમિત મળ્યા

Charotar Sandesh

અમેરિકાએ ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં એચ૧-બી વિઝા ૧૦ ટકા ઓછા ઇશ્યૂ કર્યા..!!

Charotar Sandesh