Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ બોલિવૂડ

વરુણ ધવન-સારા અલી ખાનની ‘કુલી નંબર ૧’નું બેંગકોકમાં શૂટિંગ શરૂ…

મુંબઈ,
વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર ૧’નું બેંગકોકમાં શૂટિંગ આજથી (૯ ઓગસ્ટ) શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરે છે અને વાસુ ભગનાની પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ આવતા વર્ષે પહેલી મેના રોજ રિલીઝ થશે.
આ વર્ષે પહેલી મેના રોજ વરુણ ધવને આ ફિલ્મની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. ૧૯૯૫માં આવેલી ડેવિડ ધવનની સુપરહિટ ફિલ્મ ‘કુલી નંબર ૧’ની રીમેકમાં ગોવિંદાને બદલે વરુણ ધવન તથા કરિશ્માની જગ્યાએ સારા અલી ખાન જોવા મળશે. આ ફિલ્મમાં રાજપાલ યાદવ પણ છે. ઉલ્લેખનીય છે કે ૧૯૯૫માં આવેલી આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘ચિન્ના મપીલ્લાઈ’ પરથી બનાવવામાં આવી હતી.

Related posts

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી અને હર્ષની પૂછપરછ માટે અટકાયત…

Charotar Sandesh

રણવીર સિંહની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતા ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતની યાદો તાજી થઇ

Charotar Sandesh

બોલિવૂડ મારી જિંદગી છે : જેક્લિન ફર્નાન્ડિઝ

Charotar Sandesh