શ્રી બો.કે. મંડળ સંચાલિત સરદાર પટેલ ઉ.મા. શાળા, બોરીઆવી ના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉ.મા. વિભાગના કુલ ૬૭૫ વિદ્યાર્થીનીઓએ ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધા જેવી કે, મહેંદી, કેશ ગૂંફન, થાળી ડેકોરેશન, રંગોળી વગેરે સ્પર્ધામાં ભાગ લીધો.
વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બહેનોને તથા સ્પર્ધકોને કમલેશભાઇ જે. પટેલ (ભૂતપૂર્વ સુપરવાઇઝર) ના માતૃશ્રીનાં ટ્રસ્ટ તરફથી પ્રોત્ત્સાહિત ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા સેજલબેન, પ્રતિભાબેન, રાજેશ્વરીબેન, ઉષાબેન, વૈશાલીબેન, નિકિતાબેન, શિલ્પાબેન, મંજુલાબેન તથા અન્ય શિક્ષિકા બહેનો તથા સ્ટાફ પરીવારે ભારે જહેમત ઉઠાવી. બો.કે. મંડળના પ્રમુખ રાજેશભાઇ આર. પટેલ, ઉપપ્રમુખ ભાઇલાલભાઇ, મંત્રી ચંદ્રકાંતભાઇ પટેલ, સહમંત્રી ગિરીશભાઇ મિસ્ત્રી તથા આચાર્ય ઠાકોરભાઇ પટેલ, સતીષભાઇ પટેલ, શાળા સુપરવાઇઝર તરૂણભાઇ પરમાર, કિરણભાઇ પટેલ, મંડળના સભ્યો ઉપસ્થિત રહી વિજેતા બહેનોને ઇનામ આપી પ્રોત્ત્સાહિત કર્યા.