Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં ‘ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિ’ ઉજવાઈ…

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં તારીખ:- ૨૮/૦૮/૨૦૧૯ને બુધવારના રોજ ગુજરાતી સાહિત્ય સર્જક ‘શ્રી ઝવેરચંદ મેઘાણી જન્મ જયંતિની ઉજવણી’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ શ્રી આરતીબેન પટેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમના કન્વીનર પ્રા.ગીતાબેન શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેનશ્રી ગીરીશભાઈ પટેલ અને સેક્રેટરીશ્રી શીતલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોલેજના અધ્યાપકગણ તથા પ્રશિક્ષણાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
જેમાં પ્રશિક્ષણાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂરા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રશિક્ષણાર્થીઓએ શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન, કાવ્ય-સંગ્રહો, લોકગીતો, નવલ કથાઓ વગેરે વિશે સારી રજૂઆત કરી હતી. પ્રશિક્ષણાર્થી મનિષભાઈ નિનામાએ ‘ચારણ કન્યા’ પ્રચલિત લોકગીત તથા વિષ્ણુભાઈએ ‘સૌરઠ તારા વહેતા પાણી’ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ પ્રશિક્ષણાર્થી બહેનો ધ્વારા ‘કસુંબીનો રંગ’ ગીત રજૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન પ્રશિક્ષણાર્થી મિતલબેન ચૌધરીએ કર્યું હતું અને કાર્યક્રમની આભારવિધિ કોલેજના પ્રા. ભાવનાબેન ભાવસારે કરી હતી. કાર્યક્ર્મના અંતે સૌ રાષ્ટ્રીયગીતનું સમૂહ ગાન કરી છૂટા પડ્યા હતા.

Related posts

વડોદરામાં જગન્નાથજીની ૩૮મી રથયાત્રા નીકળશે, ૨૭ હજાર કિલો શીરો-૪૦૦ મણ કેળાનું વિતરણ

Charotar Sandesh

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે

Charotar Sandesh

સાંસદ મિતેષ પટેલ દ્વારા રજૂઆત કરાતાં અમદાવાદ-કેવડિયા ટ્રેનનું આણંદ ખાતે સ્ટોપેજ ફાળવાયું

Charotar Sandesh