મુંબઇ : અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાંસર ૩ડી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રેમો ડિસોઝા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરૂણ ધવન અને શ્રદ્ધા ઉપરાંત પ્રભુદેવા, શક્ત્તિ મોહન અને નોરા ફતેહી પણ મહત્વપૂણ ભૂમિકામાં છે.
આ ફિલ્મ આ મહિને ૨૪ તારીખે રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન જ ‘વરૂણ ધવનની ‘મિસ્ટર લેલે’ના ફર્સ્ટ લૂક પર શ્રદ્ધા કપૂરે મજાકભર્યા અંદાજમાં ‘સ્ટ્રીટ ડાંસર ૩ડી’ના પોતાના કો સ્ટારને ટ્રોલ કર્યો છે.
શ્રદ્ધા કપૂરે ભલે મજાકભર્યા અંદાજમાં વરૂણ ધવનને ટ્રોલ કર્યો હોય પણ કદાચ અભિનેત્રીની આ વાત વરૂણ ધવનને નારાજ કરી શકે છે. શશાંક ખેતાન નિર્દેશિત આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. પોસ્ટરમાં વરૂણ ધવન માત્ર અંડરવેર અને નારંગી રંગની એક ફૈની પૈક પહેરેલો નજરે પડે છે. શ્રદ્ધા પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ લોકને શેર કરી લખ્યું છે કે, લાગે છે કે, તે મારા પિતાનો કચ્છા (અંડરવેર) ચોરી લીધો છે. લવ યૂ ચિરકુટ. ફિલ્મ મિસ્ટર લેલે ૧ જાન્યુઆરી ૨૦૨૧,માં રીલીઝ થવાની છે.
આ ફિલ્મ શશાંક ખેતાન દ્વારા લિખિત અને નિર્દેશિત છે. આ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર, હિરૂ યશ જોહર, અપૂર્વા મહેતા અને શશાંક છે. ફિલ્મનેને લીડ અભિનેત્રીને લઈને પહેલા અફવા હતી કે આ ફિલ્મમાં કિયારા અડવાણી નજરે પડશે પરંતુ બાદમાં ખુલાસો થયો હતો કે કિયારા આ ફિલ્મનો ભાગ નહીં બને. કદાચ ભૂમિ પેડણેકર અને જાહ્નવી કપૂર આ ફિલ્મનો ભાગ બની શકે છે.