Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

વડોદરા જિલ્લામાં બીલ તથા દુમાડ ગામમાં મગરે દેખા દેતા રેસ્ક્યૂ કરાયું…

વડોદરા જિલ્લામાં ઠેરઠેર મગરો દેખા દેતા રેસ્ક્યૂ કરવાનો સીલસીલો યથાવત…

વડોદરા : શહેર નજીકના બીલ ગામના મઢી વિસ્તારમાંથી ૭ થી ૮ ફૂટ લાંબા મગરે દેખા દેતા દોડધામ મચી જવા પામી હતી તેમજ દુમાડ ગામના પણ એક ખેતરમાંથી વહેલી સવારે પાંજરામાં ૧૩ ફૂટ લાંબો મગર પકડાયો હતો. ગામની આસપાસના ખેતરમાંથી કેટલાક દિવસથી એક મહાકાય મગર ફરી રહ્યો હોવાથી ગામવાસીઓમાં ભય ફેલાયો હતો. છેવટે જીએસપીસીએને જાણ કરતા વનવિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ મગર પકડ્યો હતો. આ મગર એટલો શક્તિશાળી હતો કે પાંજરાની જાળી પર ધમપછાડા કરીને તેને પણ વાંકી કરી દીધી હતી. એક તબક્કે હાજર લોકો પણ વિમાસણમાં મૂકાઇ ગયા હતા.

૩૧મી જુલાઇએ જોરદાર વરસાદ ખાબક્યા બાદ દુમાડ ગામેથી જ આ ૧૧મો મગર પકડાયો છે. જ્યારે શહેર અને તેની આસપાસના વિસ્તારમાંથી ચાલુ સિઝનમાં ૧૦૦ જેટલા મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે

  • Ravi Patel, Vadodara

Related posts

ગુજરાતમાં વધતો જતો કોરોના : નવા ૧૫૮૦ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૧ર કેસો નોંધાયા…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, આજે રાજ્યમાં ૨૨૭૦ નવા કેસ, આણંદ જિલ્લામાં નવા ૧૭ કેસો…

Charotar Sandesh

આણંદમાં યોજાયેલ સાયકલોથોનમાં સાંસદ મિતેષ પટેલ, જિલ્લા કલેકટર અને વિકાસ અધિકારી જોડાયા હતા

Charotar Sandesh