Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં યોજાયેલ સાયકલોથોનમાં સાંસદ મિતેષ પટેલ, જિલ્લા કલેકટર અને વિકાસ અધિકારી જોડાયા હતા

સાયકલોથોન

આણંદ : સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ આયોજિત સાયકલોથોનને વલ્લભ વિધાનગર, આર.પી.ટી.પી. સ્કુલ, મોટા બજાર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

સાયકલોથોનને પ્રસ્થાન કરાવ્યા બાદ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારી સહિત અધિકારીઓ પ્રસ્થાનમાં સાયકલોથોનમાં ભાગ લઇ રહેલ સાયકલવીરો સાથે જોડાયા હતા.

આજે ફીટ ઇન્ડિયા,ફીટ ગુજરાત મૂવમેન્ટ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આણંદ જિલ્લાના ૧૯૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ૫૧ પ્રા.આ.કે. અને ૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે પણ સાયકલોથોન રેલી યોજવામાં આવી હતી.

સરકારી ખાનગી તબીબો સહિત એન.સી.સી. કેડેટસ સહિત મોટા પ્રમાણમાં સાયકલવીરો જોડાયા હતા

આજે સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય ખાતાએ રાજ્યમાં ૨૭૦૦ થી વધુ સ્થળોએ બિન ચેપી રોગોથી બચાવની જાગૃતિ કેળવવા સાયકલ અભિયાન યોજવામાં આવ્યું છે તેને બિરદાવતા શ્રી પટેલે જનજીવનમાં ખેલ પ્રવૃત્તિઓને અગ્રસ્થાન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ સાયકલોથન રેલીમાં સાયકલપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયાં હતાં. આણંદ ખાતે યોજાયેલ આ સાયકલ રેલી આર.પી.ટી.પી. સ્કુલ, મોટા બજાર, વલ્લભ વિધાનગર થી શરૂ થઈ ભાઈકાકા સ્ટેચ્યુ, આણંદ વિધાનગર રોડ થી બીગ બજાર, ડિ.ઝેડ પટેલ સ્કુલ અને સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે પૂર્ણ થઇ હતી. આણંદ સહિત જિલ્લાના ૧૯૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ૫૧ પ્રા.આ.કે. અને ૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવેલ આ સાયકલોથોન રેલી એક થી પંદર કિ.મી. સુધીની યોજવામાં આવી હતી.

Other News : આણંદવાસીઓ સાવધાન : જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા, જાણો વિગત

Related posts

આણંદ જિલ્‍લામાં બે બાળલગ્‍નો થતાં અટકાવવામાં આવ્‍યા…

Charotar Sandesh

વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા એકનું મોત, ૨ ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

આજે પ્રધાનમંત્રીશ્રીના જન્મ દિવસ નિમિત્તે આણંદ જિલ્‍લામાં કોરોના રસીકરણ મહાઝુંબેશ યોજાશે

Charotar Sandesh