Charotar Sandesh
ગુજરાત ચરોતર

ગુજરાતમાં વધતો જતો કોરોના : નવા ૧૫૮૦ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૧ર કેસો નોંધાયા…

છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૯ દર્દીઓ સાજા થયા, મૃત્યુઆંક ૪૪૫૦, કુલ પોઝીટીવ કેસનો આંક ૨.૮૭ લાખને પાર…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના બેકાબુ થયો છે સતત બીજા દિવસે ૧૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. કુલ પોઝીટીવ કેસનો આંક ૨.૮૭ લાખને પાર થયો છે. રિકવરી રેટ ઘટીને ૯૫.૯૦ થયો છે. એક્ટિવ કેસમાં મોટો ઉછાળો થયો છે. હાલ રાજ્યમાં ૭,૩૨૧ દર્દી સારવાર હેઠળ છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૫૮૦ કેસો નોંધાયા છે. ૭ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૯૮૯ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ ૭૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે ૭૨૫૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૫૦ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨૮૭૦૦૯ પર પહોંચ્યો છે.

• જિલ્લા મુજબ નોંધાયેલા કેસો…
સુરત પ૧૦, અમદાવાદ ૪૫૧, વડોદરા ૧૩૨, રાજકોટ ૧૩૦, ભાવનગર ૩૪, ખેડા – ગાંધીનગર ૩૧, પંચમહાલ – સાબરકાંઠા ર૯, મહેસાણા ૨૮, જામનગર ૨૫, દાહોદ ૧૭, પાટણ ૧૩, આણંદ ૧૨, નર્મદા ૧૨, ભરૂચ ૧૧, કચ્છ – મહીસાગર ૧૦, મોરબી – જૂનાગઢ ૯, છોટા ઉદેપુર ૮, અમરેલી ૭, વલસાડ ૬, દેવભૂમિ દ્વારકા – તાપી ૫, ગીર સોમનાથ – નવસારી – સુરેન્દ્રનગર ૪, અરવલ્લી – બોટાદ – ડાંગ – પોરબંદર ૧.

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ : હવે ૯ એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે

Charotar Sandesh

નીતિન પટેલનો રિપોર્ટ નેગેટીવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

રાજ્યમાં ધાબા પર માત્ર પરિવારના ૫-૭ લોકો જ પતંગ ચગાવી શકશે : નીતિન પટેલ

Charotar Sandesh