Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

Airtelને પાછળ છોડી Reliance Jio બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

હાલના આંકડાઓ અનુસાર, ગ્રાહક સંખ્યાના મામલામાં Reliance Jioએ Bharti Airtelને પાછળ છોડી દીધુ છે. સબ્સક્રાઈબર્સ બેઝના આધાર પર Jio હવે ભારતની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. Jioના ગ્રાહકોની સંખ્યા વધીને હવે 30.6 કરોડ થઈ ગઈ છે. Jio હવે માત્ર Vodafone-Idea કરતા પાછળ છે, જેના ગ્રાહકોની કુલ સંખ્યા 38.7 કરોડ છે. 28.4 કરોડ ગ્રાહકો સાથે Airtel હવે ત્રીજા નંબર પર આવી ગયું છે.

Jioએ ગત મહિને 2 માર્ચેના રોજ 30 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કર્યો હતો. Airtelએ આ આંકડાને પોતાનું ઓપરેશન શરૂ થવાના 19માં વર્ષે હાંસલ કર્યો હતો. Jioએ પોતાનું કોમર્શિયલ ઓપરેશ શરૂ કર્યાના 170 દિવસની અંદર જ 10 કરોડ ગ્રાહકોનો આંકડો હાંસલ કરી લીધો હતો. તે સાથે જ તે દુનિયાની સૌથી ઝડપથી વધતી ટેલિકોમ કંપની બની ગઈ હતી.

સપ્ટેમ્બર 2016માં પોતાનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરનારી Reliance Jio માટે વિકાસની આ રફ્તાર આખી દુનિયા માટે ઉદાહરણ બની ગઈ છે. પોતાના અઢી વર્ષના કાર્યકાળમાં Jioએ પોતાના સસ્તા ડેટાના દમ પર ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. 2018માં Jioએ પોતાના નેટવર્કમાં 12 કરોડ નવા સબ્સક્રાઈબર્સને જોડ્યા છે.

Related posts

વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં રાજકારણ ગરમાયું

Charotar Sandesh

Wishing you a birthday filled with love passion and success you deserve

Charotar Sandesh

તારીખ પે તારીખ…! ભારતની કોર્ટમાં ૨.૮ કરોડ કેસો પેન્ડિંગ…

Charotar Sandesh