Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાને ઉદ્ધવ ઠાકરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં રાજકારણ ગરમાયું

ઉદ્ધવ ઠાકરે

મુંબઇ : બીજેપી અને શિવસેનાના રસ્તાઓ અલગ થયા બાદથી જ બંને પાર્ટીઓના નેતાઓની વચ્ચે ઔપચારિક વાતચીત અને અભિનંદન-શુભકામનાઓ જેવા સંદેશ બંધ હતા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસના અભિનંદન આપીને સૌને વિચારવા પર મજબૂર કરી દીધા છે. પીએમે ટિ્‌વટર દ્વારા ઠાકરેને પોતાની શુભકામનાઓ મોકલી છે. તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યું છે, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામનાઓ. તમે સ્વસ્થ અને લાંબુ જીવન જીવો.’

આમ તો શિવસેના દ્વારા કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવ્યા બાદથી જ બંને પાર્ટીઓ એક-બીજા પર પ્રહાર કરતી રહી છે, પરંતુ બંને પાર્ટીઓએ હાલમાં જ એક-બીજા માટે સકારાત્મક નિવેદનો આપીને લોકોને અટકળો લગાવવા માટે મજબૂર કરી દીધા છે.

એનસીપી અને કૉંગ્રેસની વિરુદ્ધ શિવસેનાનું સખ્ત વલણ પણ તેમના ગઠબંધનમાં તિરાડ પડવાની શક્યતા પેદા કરી રહ્યું છે. આ સાથે જ એ પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે કે શું બીજેપી અને શિવસેના ફરીથી સાથે આવવાનું વિચારી રહી છે?

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તેમની પાર્ટી અને પૂર્વ સહયોગી પાર્ટી શિવસેના દુશ્મન નથી, જો કે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે. તેમણે કહ્યું કે, રાજનીતિમાં કોઈ કિંતુ-પરંતુ નથી હોતું. પૂર્વ મુખ્યમંત્રીએ ફરી શિવસેના સાથે જવાના પ્રશ્નના જવાબમાં આ કહ્યું હતું. એ પૂછવા પર કે શું બે પૂર્વ સહયોગીઓના ફરીથી એક સાથે આવવાની સંભાવના છે?

Other News : સતત સાતમા દિવસે સંસદ ઠપ્પ : વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

Related posts

જાણો કોણે કહ્યું PM મોદી પર 72 વર્ષનો પ્રતિબંધ મૂકાવો જોઇએ

Charotar Sandesh

દિલ્હી સરકારે આપ્યો પલાયન રોકવાનો પ્લાન, કહ્યું- મજૂરોને આપીશું ૫-૫ હજાર રૂપિયા…

Charotar Sandesh

રાહતના સમાચાર : દેશમાં પોઝિટિવ કેસ કરતાં વધુ દર્દી સાજા થયા…

Charotar Sandesh