-
અરબી સમુદ્રમાંથી ઉભુ થયેલું વાયુ નામનું વાવઝોડુ ૧૩મી સવારે ગુજરતમાં તબાહી મચાવશે…
વડોદરા,
અરબી સમુદ્રમાંથી ઉભુ થયેલું વાયુ નામનું વાવઝોડુ ૧૩મી સવારે ગુજરતમાં તબાહી મચાવશે. રાજ્યમાં જાનમાલને ઓછામાં ઓછુ નુકશાન થાય તેમજ રાહત અને બચાવની કામગીરી ખુબ જ ઝડપથી થાય તે માટે ગુજરાત સરકારે તમામ અયોજન કરી દીધું છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને એલર્ટ કરાયા છે.
સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે વેરાવળથી ૩૨૦ કિલોમીટર દૂર વાવાઝોડુ હોય સૌરાષ્ટ્રના દરિયા કિનારા નજીક ભારે તબાહી મચે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે પણ ઈમરજન્સી મીટિંગ બોલાવી વાવાઝોડા સંભવિત અસરો ને પહોંચી વળવા એકશન પ્લાન બનાવ્યો છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકવાની દહેશતને કારણે વડોદરાથી એનડીઆરએફની ૧૧ ટીમો મંગળવારના રોજ રવાના કરવામાં આવી છે. ત્યારે બુધવારે પાણીની બોટલ સાથે એક લાખ સુકા ફુડ પેકેટ રવાના કરાયા છે.