Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચરોતરમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું : સ્વામિશ્રી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે

સ્વામિશ્રી સચ્ચિદાનંદજી

દંતાલી આશ્રમના સ્વામિ સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ પ્રાપ્ત થતાં અભિનંદન પાઠવતાં જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

આણંદ : કેન્દ્ર સરકારે ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ૧૨૮ પદ્મ એવોડ્‌ર્સની જાહેરાત કરી છે. જેમાં ૮ ગુજરાતીઓના નામ સામેલ છે. જેમાં દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદની પદ્મ ભૂષણ માટે ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે.

ભકિત નિકેતન આશ્રમ, દંતાલીના સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ સ્વામીશ્રી સાથે દૂરભાષથી વાત કરી અભિનંદન પાઠવ્યા હતા.

સ્વામી સચ્ચિદાનંંદજી આધુનિક અને ક્રાંતિકારી સંંત છે. સ્વામીજીના સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સમાજ જીવનમાં અનેરા પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમની પદ્મ ભૂષણ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સ્વામીશ્રીને આ એવોર્ડ મળતાં તેમને આણંદ જિલ્લાના ધાર્મિક-સામાજિક તેમજ વિવિધ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Other News : આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કર્યું

Related posts

ભારે હિમવર્ષાને કારણે વૈષ્ણોદેવી ગયેલા આણંદ-ખેડા જિલ્લાના 180 જેટલા ગુજરાતીઓ ફસાયા…

Charotar Sandesh

ઈ-ગુજકોપ સોફ્ટવેરની મદદથી ચોરાયેલું બાઈક પકડતી આંકલાવ પોલીસ…

Charotar Sandesh

આણંદ : નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં ૫૫૧ ફુટ લાંબી ત્રિરંગાયાત્રા યોજાઈ…

Charotar Sandesh