Charotar Sandesh
X-ક્લૂઝિવ

દેશમાં પહેલું ગોલ્ડ એક્સચેન્જ બનશે, સોનાના ભાવ સમાન થશે, IIM અમદાવાદમાં નવી ગોલ્ડ પોલિસી તૈયાર થઇ

  • ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટરના ચેરમેન IIMના પ્રો. અરવિંદ સહાય તેમજ હેડ સુધીશ નામબિયાથે પોલિસીનો મુસદ્દો સરકારને સોંપ્યો
  • ગોલ્ડ પોલિસી 2019ના વર્ષમાં અમલમાં આવશે તો સોનાના વ્યાપારમાં ધરમૂળ પરિવર્તન થશે જેમાં આઇઆઇએમ અમદાવાદનો મુખ્ય ફાળો
  • સોનાના ખરીદ-વેચાણમાં પારદર્શિતા આવે અને છેતરપિંડી અટકે તે નવી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ
  • જ્વેલરી અને સોનાનો અસંગઠિત ઉદ્યોગ નવી પોલિસીથી સંગઠિત બનશે

વિમુક્ત દવે, અમદાવાદ: સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી લાવવાનો નિર્ણય કર્યો છે. આ માટેના તમામ પાસાઓ ચકાસી અને ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરી, પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો છે.

Related posts

દેશ-વિદેશ : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪

Charotar Sandesh

આણંદ-ખેડા : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

Charotar Sandesh

ગુજરાત : સાંજ સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૩૧-૦૮-૨૦૨૪

Charotar Sandesh