Charotar Sandesh
ગુજરાત

અમિત શાહની વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી સાથે બંધ બારણે બેઠક

જેમ જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ વિવિધ સમાજને પોતાની વાત મનવવાનાં પ્રયત્નો કરતા દેખાય છે. ત્યારે અમિત શાહ ગઇકાલે અમદાવાદમાં હતા ત્યારે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી. પટેલ અને સભ્યો સાથે પટેલ અને સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ સાથે અમિત શાહે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતાં. આ બંધ બારણાની બેઠક આશરે અઢી કલાક ચાલી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમિત શાહ પોતાની પૌત્રીનાં જન્મદિનનાં પ્રસંગે અમદાવાદમાં આવ્યાં હતાં. ત્યારે તેમણે રાતે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી આર.પી.પટેલ અને સભ્યો સાથે તેમના જ નિવાસસ્થાન ડિવાઇન આઇલેન્ડ સોસાયટીમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમિત શાહ, વિજય રૂપાણી, નિતની પટેલ, પ્રદીપસિંહ જાડેજા પણ જાડાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાટીદારોમાં ટિકિટ વહેંચણી અંગેની જે નારાજગી છે તેને મનાવવાનાં પ્રયાસો થઇ રહ્યાં હતાં.
આ બેઠક બાદ અમિત શાહ અને અન્ય નેતાઓ ગાંધીનગરમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં પણ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા હતાં. જેમાં રાજ્યમાં કઇ રીતે ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે તેની પણ ચર્ચા થઇ હતી.

Related posts

બાળકોના મૃત્યુ : ભાજપ બીજા રાજ્યને સલાહ આપવા કરતા ગુજરાતમાં ધ્યાન આપે : અમિત ચાવડા

Charotar Sandesh

દિવાળી બાદ દેશના ૧૦ જિલ્લામાં કોરોના ભયંકર વકર્યો, કેન્દ્ર સતર્ક…

Charotar Sandesh

અસિત વોરાના રાજીનામાની માંગ કરનાર આપ પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે મારામારી

Charotar Sandesh