ઉમરેઠ ની ખ્યાત નામ સ્કૂલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ મા હેડ બૉય અને હેડ ગર્લ નિમવા માટે તારીખ 6/7/24 ને શનિવાર ના રોજ ચુંટણી રાખવામા આવી હતી, જેમા ધોરણ 8 ગુજરાતી માધ્યમ માથી 6 છોકરીઓ અને 8 છોકરાઓ એ ઉમેદવાર તરીકે આ ચુંટણી મા નામ નોંધાવ્યા હતા, અને ઉમેદવારી ની ટીકીટ મેળવી હતી.
ગુજરાતી માધ્યમ ના ધોરણ 3 થી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ એ નિક્ષપક્ષ રીતે સ્વયમ 100% વોટિંગ કર્યુ હતુ.
આ ઈલેકશન મા પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ચેરમેન શ્રી વજેસીંગ સરે પોલીંગ બુથ મા સૌ પ્રથમ વૉટ આપીને ઑપનિંગ કર્યુ હતુ, પોલીંગ ઓફિસર તરીકે પ્રગતિ ઇન્ટરનેશનલ સ્કૂલ કે.જી. વિભાગ ના આચાર્યા પલકબેન તથા તેમના શિક્ષિકા બહેનોએ ફરજ નિભાવી હતી.
ઈલેકશન પૂર્ણ થયા બાદ ગુજરાતી માધ્યમ ના આચાર્યા મિશાલી મેડમ તથા તેમના સ્ટાફ મિત્રો એ સર્વ નો હ્રદય થી આભાર વ્યક્ત કર્યો હતો.
Other News : USA : ન્યૂજર્સી ખાતે નાવલી ગામના રહેવાસીઓની સમર પીકનીકનુ આયોજન