Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકન આર્મીએ ટીકટોકને રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ ગણાવતા પ્રતિબંધ લાદ્યો…

USA : પોપ્યુલર ચાઈનીઝ વીડિયો એપ ટીકટોક પર અમેરિકાની આર્મીએ પ્રતિબંધ લાદ્યો છે. હવેથી અમેરિકાના આર્મીના સૈનિકો આ એપનો ઉપયોગ કરી શકશે નહીં. આ એપને પ્રતિબંધિત કરવા પાછળનુ કારણ વધારે આશ્ચર્યજનક છે કારણકે, અમેરિકન આર્મી એવું માને છે કે આ ચીનની વીડિયો એપ દેશની સુરક્ષા માટે જોખમરૂપ છે.
આર્મી સ્પોકપર્સને કહ્યુ કે, ટીકટોકએ સાયબર થ્રેટ જેવું છે. છેલ્લા મહિનામા અમેરિકન નેવીના મેમ્બર્સે પણ સરકાર દ્વારા આપવામા આવેલ ડિવાઇઝથી એપને ડિલીટ કરી દીધી હતી. ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના કર્મચારીઓને ખાસ સૂચના આપી છે કે કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા સાવધાની રાખવી.

ઉલ્લેખનીય છે કે, આ એપ વિશે તપાસ ચાલી રહી છે. ઓક્ટોબરમા કેટલાક લીડર્સે આ એપની સિક્યોરિટી પર પ્રશ્નો ઉઠાવ્યા છે. જેના કારણે તેના પર તપાસ ચાલી રહી છે. તપાસ કરવાનું મુખ્ય કારણ એ છે કે, શું આ ચીનની એપ યુઝરનો ડેટા કલેક્ટ કરે છે કે નહીં?

ભારતમા ટીકટોક પર એકવાર બેન લાગી ગયો છે. જો કે આ બેનનું કારણ તેમા દેખાડવામા આવનાર વીડિયો હતા. મદ્રાસ હાઈકોર્ટે આ એપને બેન કરવાનો આદેશ આપ્યો હતો કારણકે આ એપ ટૉક પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે. જેના કારણે બાળકો પર ખરાબ અસર પડે છે તેમજ યુઝર્સના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. અંતે આ આદેશ મુજબ ટીકટોકે પોતાની એપ પરથી આવો કન્ટેન્ટ દૂર કર્યો અને દાવો કર્યો કે હવેથી કંપની એ વાતનું ધ્યાન રાખશે અને કંપનીની પોતાની પોલિસીમા પણ જરૂર મુજબના ફેરફાર કર્યા.

ઉલ્લેખનીય છે કે, ટીકટોક એ સૌથી ઝડપથી પોપ્યુલર બનેલી એપ છે. એક્સપર્ટનું માનવું છે કે, જો આવી જ રીતે આ એપ આગળ વધતી રહી તો ફેસબુક જેવી મોટી કંપનીઓને પણ ટક્કરમા લઇ શકે છે. જો કે, ટીકટોકની પેરન્ટ કંપની ફેસબુકના કર્મચારીઓને જોબ માટે સારા પૈસા આપવા તૈયાર છે.

  • Nilesh Patel

Related posts

કોરોના સામે લડાઇ માટે સૌથી પહેલાં નેશનલ સપ્લાઇ ચેન કમાન્ડરની નિમણૂંક કરશે…

Charotar Sandesh

ગુગલને ટક્કર આપવા એપલ લૉન્ચ કરશે પોતાનું સર્ચ એન્જીન…

Charotar Sandesh

ફ્રાન્સના સમર્થનમાં આવ્યુ યુએઇ : ક્રાઉન પ્રિન્સે કહ્યું, મુસલમાનો જીદ છોડો…

Charotar Sandesh