Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

આજે થર્ટી ફર્સ્ટની ઉજવણીનો થનગનાટ : પાર્ટી પ્લોટો, ફાર્મહાઉસો પર પોલીસની નજરો…

કેટલાક શખ્સો દ્વારા યુવતીઓની છેડતી તેમજ અઘટિત માંગણીઓ સાથે બિભત્સ વર્તન કરવાના કિસ્સાઓ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગના આયોજન…

આણંદ : વિદાય લઈ રહેલા ૨૦૧૯ના વર્ષ અને નવા આવનાર ૨૦૨૦ના વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટની રાત્રીના સુમારે ઠેર-ઠેર ડાન્સ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને પાર્ટી પ્લોટો અને ફાર્મહાઉસો પર આ પ્રકારની પાર્ટીઓ યોજાતી હોય છે.

ચરોતર સહિત સમગ્ર ગુજરાતમાં આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી થનાર છે ત્યારે યુવાધન દ્વારા ેની રંગેચંગે ઉજવણી કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. આ માટે ગૃપો બનાવીને પાર્ટી પ્લોટો તેમજ ફાર્મહાઉસોમાં યોજાતી પાર્ટીઓમાં જવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ કમર કસવા માંડી છે.

આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર થર્ટી ફર્સ્ટના રોજ માનવ મહેરામણ ઉમટી પડે છે અને નાચગાન સાથે ભવ્યતાથી નવા વર્ષને આવકારે છે. લોકો ખાસ કરીને યુવાધન મોડી સાંજથી હોટલો, રેસ્ટોરન્ટો અને ફાર્મહાઉસો પર ઉમટી પડે છે અને ખાનપાન અને નાચગાન સાથે ઉજવણી કરતા હોય છે. આ ઉજવણી દરમ્યાન કેટલાક શખ્સો દ્વારા યુવતીઓની છેડતી તેમજ અઘટિત માંગણીઓ સાથે બિભત્સ વર્તન કરવાના કિસ્સાઓ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલીંગના આયોજન સાથે જ્યાં જ્યાં પાર્ટીઓ યોજાવાની છે ત્યાં ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની દિશામાં પણ પગલાં ભરવા માંડ્યા છે.

Related posts

પેટાચૂંટણી : ચાર બેઠકો પર ત્રિપાંખિયો જંગઃ બાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ…

Charotar Sandesh

કડીની હોસ્પિટલમાં એક્સપાયરી ડેટ વાળા રેમડેસિવિરનો વેપલો કરતી નર્સ ઝડપાઇ…

Charotar Sandesh

૩૦ હજાર સ્વંયસેવકો પર ઝાડયસની વેક્સીનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ કરાશે…

Charotar Sandesh