Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : ૭૧.૬૨ લાખ રૂપિયાના ઇંગ્લીશ દારૂનો નાશ કરાયો…

નહેર નાળાની નજીક ખુલ્લી જગ્યામાં દારૂનો નાશ કરાયો…

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી જુદા જુદા ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આણંદના પ્રાંતઅધિકારીશ્રી એન.કે. મુચ્છાર , ઉમરેઠના નાયબ કલેક્ટરશ્રી કલ્પેશ ઉનડકટ  તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.ડી. જાડેજા અને અન્ય પોલીસ કર્મીઓની હાજરીમાં આજે  રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

વધુ વિગતોમાં તંત્ર દ્વારા જણાવાયુ હતુ કે આણંદ તેમજ ઉમરેઠ ડિવીઝન માંથી વિવિધ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂમાં આણંદ રૂરલ રૂ.૩,૧૭,૭૫૪, આણંદ વિધાનગર રૂ. ૭,૦૪,૬૪૭, વાસદ રૂ.૫૫,૯૩,૬૭૦, ખંભોળજ રૂ. ૨૫,૦૦૦, ઉમરેઠ રૂ. ૩,૫૯,૨૯૦ અને ભાલેજ માંથી રૂ. ૧,૬૧,૭૦૦ આમ કુલ ૭૧.૬૨ લાખની રકમના  વિવિધ ગુના હેઠળ નોંધાયલા વિદેશી દારૂના જથ્થાનો રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે.

Related posts

કોરોનાને કારણે ઈદે મિલાદ પર્વ પર આણંદ જિલ્લામાં કોઈ કાર્યક્રમ નહીં ઉજવાય…

Charotar Sandesh

આણંદ : બોરસદ ચોકડી ઉપર નવનિર્માણ બ્રીજમાં ભ્રષ્ટાચારનું ગાબડું થયું ધરાશાયી ! વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

Charotar Sandesh

આણંદ શહેરમાં ડ્રેઇનની કામગીરીને પગલે કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા, જુઓ વિગત

Charotar Sandesh