Charotar Sandesh
ઈન્ડિયા

ઈ-ફાર્મસી દવા સ્ટોર કરી શકશે નહિ, હવે દુકાનદાર ગ્રાહકોને ઘરે દવા પહોંચાડશે…

ન્યુ દિલ્હી : દવાનું ઓનલાઈ વેચાણ કરનાર ઈ-ફાર્મસી પ્લેટફોર્મ હવે દવા સ્ટોર કરી શકશે નહિ. રિટેલ કે જથ્થાબંધ વિક્રેતાઓ સાથે ટાઈ-અપ કરીને જ તે ગ્રાહકો સુધી દવાઓ પહોંચાડી શકશે. તેના માટે સ્વાસ્થ્ય મંત્રાલયે ઈ-ફાર્મસી રેગ્યુલેશનમાં ફેરફાર કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ હવે માત્ર દવાનો આર્ડર બુક કરી શકશે. દવાની ડિલિવરી રિટેલ કે જથ્થાબંધ વિક્રેતાઓ દ્વારા જ કરવી પડશે.

ઈ-ફાર્મસીએ ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા પ્રિસ્ક્રિપશન પણ સુરક્ષિત રાખવા પડશે. ડોક્ટરના જણાવ્યા અનુસાર જ દવા આપવી પડશે. એન્ટીબાયોટિક્સના મામલા તેનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સ્પષ્ટ નિર્દેશ છે કે પ્રિસ્ક્રિપશન વગર એન્ટીબાયોટિક્સ દવાનો આર્ડર બુક કરી શકાશે નહિ.

સરકાર પ્રથમ વાર દવા દુકાનદારોને પણ સીધા જ ગ્રાહકોના ઘરે જઈને દવા પહોંચાડવાનો અધિકાર આપી રહી છે. અત્યાર સુધી તેને ગેરકાયદેસર માનવામાં આવતું હતું. દેશમાં ઈ-ફાર્મસીના લગભગ ૫૦ પ્લેટફોર્મ ચાલી રહ્યાં છે, જ્યારે દવાની લગભગ આઠ લાખ રિટેલ દુકાનો રજિસ્ટર્ડ છે. તમામ પક્ષો સાથે વાત કર્યા બાદ સ્વસ્થ્ય મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

Related posts

ભારે વરસાદને કારણે માયાનગરીના બેહાલ, અનેક વિસ્તારોમાં જાહેર કરાયું રેડ એલર્ટ

Charotar Sandesh

દેશમાં કુલ કોરોનાના કેસ ૯૮ લાખને પાર : ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ કેસ નોંધાયા…

Charotar Sandesh

બજેટના ફાયદા ગણાવવા ભાજપ હવે દેશવ્યાપી અભિયાન ચલાવશે…

Charotar Sandesh