Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કેન્દ્ર સરકારે વિદેશી ડેરીના માર્ગ મોકળા કરતા દેશનો ડેરી ઉદ્યોગ અસલામત બનશે…!?

‘‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો’’ જેવી નિતિના કારણે… સાથે મેઈક ઈન ઈન્ડીયા તેમજ સ્ટાર્ટઅપ ઈન્ડીયાના સપના પર ગ્રહણ લાગશે…!

આણંદ : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં આરસીઈસી કરાર હેઠળ વિદેશી ડેરી પ્રોડકટ ને જીરો ડયુટીથી અત્રે સ્થાપિત કરવાના માર્ગ મોકળા કરતા સ્થાનિક સ્તરે દસ કરોડ ઉપરાંત પશુપાલકો તેમજ ડેરી ઉદ્યોગ અસલામતી અનુભવ રહયો છે તેમ અન્ય વિદેશી કંપનીઓ માટે પણ વિવિધ શરતો આપી દેશમાં વ્યવસાય માટે આમંત્રીત કરવામાં આવી રહયાના પગલે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો જેવી સ્થિતિ નિર્માણ થવા પામશ. મેઈક ઈન ઈન્ડીયા તેમજ સ્ટાર્ટઅપ ઈન્ડીયા સપના પર ગ્રહણ લાગવા પામશે ની ચીંતા બજારમાં વર્તુળમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે. જેના કારણે બે સૈકા પુર્વ ઈસ્ટ ઈન્ડીયા કંપનીની સ્થાપી અંગ્રેજો દેશનું ધન લુંટી ગયા તેવી સ્થિતિ નિર્માણ સર્જાવા પામે ની ભીતી પણ સેવવામાં આવી રહી છે ત્યારે બે દાયકા પુર્વ નરસિંહરાવની સરકાર સમયે આર્થિક ઉદારીકરણની નીતી મુદ્દે ત્વરીત નાજ ઉપયોગ પર ભાર મુકી વિરોધ કરનારાઓના આજે મ્હોં કેમ સિવાઈ રહયા છે? ના સવાલ ઉઠવા પામી રહયાનું જાણવા મળેલ છે.

સુત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં કેન્દ્ર સરકારના વાણિજય વિભાગ દ્વારા આરસીઈસી કરાર હેઠળ વિદેશથી જીરો ડયુટીથી ડેરી પ્રોડકટ આયાત કરવાનું આયોજન હાથ ધરતા સાત દાયકા પુર્વ સરદાર પટેલની વિચારધારાથી પ્રેરાઈ ત્રિભુવન પટેલ ડો. વર્ગીસ કુરિયનસહિતના ઓએ ડેરી ઉદ્યોગ સાકાર કરી પશઉપાલન વ્યવસાયને વેગ આવ્યો હતો.

જે આગળ જતા શ્વેતક્રાંતિ જનક ડો. કુરીયન દ્વારા અમુલ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ડેરી ઉદ્યોગ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પગલે રાજય સહિત દેશભરમાં ડેરી ઉદ્યોગ વટવૃક્ષ બનવા પામ્યો હતો. અને તેના પર ગ્રહણ લગાવવાના વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવતા સહકારી ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાત પડવા પામ્યા છે ત્યારે ગત સપ્ તાહે ઈસ્તંબુલ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ ડેરી કોન્ફરન્સમાં જીસીએમએમએફના એમ. ડી. ડો. આર એસ સોઢીએ પોતાની વ્યથા ઠાલવી વિદેશી ડેરી પ્રોડકટ ભારતમાં લાવવામાં ના ાવે તેના પર ભાર મુકી ભારતના વર્તમાન સમયમાં દુધ ઉત્પાદનના આંકડા નો ચિતાર રજુ કરી જો વિદેશી ડેરી પ્રોડકટ જીરો ડયુટીથી ભારતમાં પરરણ કરશે તો દેશના દસ કરોડ ઉપરાંત પશુપાલકો તથા ડેરી ઉદ્યોગ અસલામત બનવા પામશેની વ્યથા ઠાલવી હતી. ત્યારે સરકારની ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આંટો આપવાની નીતી અમલમાં મુકવામાં આવી રહેલ ખેલના પગલે એક તરફ મેઈક ઈન્ડીયા સ્ટાર્ટઅપ ઈન્ડીયાની વાતો કરવામાં આવે છે. બીજી તરફ વિદેશી કંપનીઓ માટે દેશમાં વ્યવસાય માટે માર્ગ મોકળા કરવામાં આવે છે અને તે અંતર્ગત વિશેષ ટેકસ રાહત પેેકેજ તેમજ સુવિધા આપવાના આયોજન કરવામાં આવે છે ત્યારે દેશના જ ઉદ્યોગ સાહસિકોને ટેકસમાં રાહત પેકેજ આપી પ્રોત્સાહીત કરવાના આયોજન કેમ કરવામાં આવતા નથી ?

જો વિદેશથી જીરો ડયુટીથી ડેરી પ્રોડકટ આયાત કરવા મંજુરી આપવામાં આવતી હોય તો સ્થાનિક સ્તરે એક માહીતી પ્રમાણે આજે અમુલનું ટર્નઓવર પાંચ હજાર કરોડ રૂપિયા પર પહોંચવા પામી રહયું છે તો ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનું ટર્નઓવર ચોત્રીસ હજાર કરોડ ની સમીપ પહોંચવા પામ્યું છે તો અત્રેથી જ ઉત્પાદીત થતા ડેરી વ્યવસાય તેમજ પશુપાલન વ્યવસાયનો વધુ વિકાસ થશે તેવી ચર્ચા સહકારી વર્તુળમાં ઉઠવા પામી છે. નવાઈની વાત તો એ છે કે બે દાયકા પુર્વ નરસિંહારાવની સરકાર સમયે આર્થિક ઉદારીકરણ નીતી અમલમાં આવી હતી અને તે સમયે વિપક્ષ દ્વારા સ્વદેશી પર ભાર મુકી નીતીના વિરોધ કરવામાં આવ્યા હતા અને હવે સત્તામાં આવતા જ દેશ અને દિશા બદલવાના થઈ રહેલ પ્રયાસના પગલે બે સૈકા પુર્વ અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડીયા કંપની સ્થાપીને દેશનું ધન લુંટી ગયા હતા તેનું પુનરાવર્તન થવા પામશે ની ભીતી પણ વ્યકત કરવામાં આવી રહયાનું જાણવા મળેલ છે.

Related posts

ગુજ૨ાતનાં અનેક વિસ્તા૨ોમાં કમોસમી મેઘસવા૨ી : ‘મહા’ વાવાઝોડાનું જોર ઘટ્યું…

Charotar Sandesh

મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આણંદ ખાતે મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી…

Charotar Sandesh

આણંદ શહેરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આગની ઘટના : ફાયરબ્રિગેડ ટીમે આગની કાબુમાં લીધી

Charotar Sandesh