Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાત મીડિયા એસોસિએશનની કારોબારી મિટિંગ વડોદરા ખાતે યોજાઈ…

ગુજરાત મીડિયા એસોસિએશન ની રાજ્ય કારોબારી અને 33 જિલ્લાઓના તેમજ 5 મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખો તથા રાજ્ય મહિલા કારોબારીની મિટિંગ યોજાઈ…

વડોદરા : વડોદરા ખાતે ગુજરાત મીડિયા એસોસિએશન ની રાજ્ય કારોબારી અને 33 જિલ્લાઓના તેમજ 5 મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખો તથા રાજ્ય મહિલા કારોબારીની મિટિંગ યોજાઈ.
સર્કિટ હાઉસ વડોદરા ખાતે ગુજરાત મીડિયા એસોસિએશન ની રાજ્ય કારોબારી અને 33 જિલ્લાઓના તેમજ 5 મહાનગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખો તથા રાજ્ય મહિલા કારોબારીની મિટિંગ યોજાઈ ગઈ. આ મિટિંગ માં ગુજરાત સરકાર ના મંત્રી જયદ્રથસિંહજી પરમાર સરકારી કાર્યક્રમ હોવાના ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ તેઓ દ્વારા કાર્યક્રમ ની સફળતા માટે શુભેચ્છા શંદેશો મોકલ્યો હતો.
આ મિટિંગમાં હાંસોટ પાસે આવેલ વિશ્વ મંગલ આશ્રમ ના પૂ.માર્ગીય સ્મિત સ્વામીજી,ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા(સોટ્ટા),સાવલીના ધારાસભ્ય કેતનભાઈ નામદાર, જાંબુઘોડા એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મયંકભાઈ દેસાઈ, બોડેલી એ.પી.એમ.સી.ના ડિરેકટર દર્પણભાઈ શાહ,ગુજરાત પ્રદેશ બાર એસોસિરેશન ના હોદ્દેદાર રણજીતસિંહ રાઠોડ, પરનામી અગરબતીના અજયભાઈ પરનામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કારોબારીની મિટિંગ માં ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા તથા કેતનભાઈ નામદારે આ ગુજરાત મીડિયા એસોસિએશન ને ભવિષ્યમાં જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે સાથે ઉભા રહેવાની ખાત્રી આપી હતી.પત્રકારોના હિત માટે સદાય મદદની ખાત્રી આપી હતી.સાથે સાથે તેઓ દ્વારા સમાજમાં ચાલતા સારા કામોને કલમ દ્વારા ઉજાગર કરીને સમાજમાં જાગૃતતા લાવવાની પણ અપીલ કરી હતી.સરકારમાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓના પ્રશ્નો ની રજુવાત કરવા માટે પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂ.માર્ગીય સ્મિત સ્વામીએ પણ સંઘ ના હોદેદારો તેમજ નવ નિયુક્ત પ્રમુખોને આશીર્વાદ આપ્યા હતા અને સમાજમાં રહેલા દુષણોને ઉજાગર કરીને લોકોને જાગૃત કરવાની અપીલ કરી હતી.
આ કાર્યક્રમ માં સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રદેશ ઝોન સંયોજક પ્રજેશ શાહ દ્વારા કરવાં આવ્યું હતું જ્યારે પ્રદેશ પ્રમુખ મયુર શેઠ દ્વારા સંગઠન ની રૂપરેખા તથા ભવિષ્યમાં પત્રકારોના હિત માં ક્યાંકયા કર્યો થઈ શકે એનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો હતો. અને ટુક સમયમાં બહાર પાડવામાં આવનાર ટેલિફોન ડિરેક્ટરી ની માહિતી આપવામાં આવી હતી.સંસ્થા ના મહામંત્રી ગૌરાંગ પડ્યાં એ પણ સસ્થાનો ટૂંકો પરિચય આપ્યો હતો.આ કાર્યક્રમમાં પ્રદેશ મહિલા પ્રમુખ ચારુલબેન સોની(રાજકોટ), ઉપપ્રમુખ જ્યોતિબેન જગતાપ(રાજપીપલા), સંયોજક વિતલબેન પીસાવાડિયા (દ્વારકા) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ સંરક્ષક વિમાલભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ કિશન રોહિડા, ખજાનચી પરેશ ભાવસાર, સંગઠન મંત્રી પુષ્પેન્દ્રસિંહ રાઠોડ સહિત સમગ્ર ટિમ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ઉપ પ્રમુખ હર્ષદભાઈ વ્યાસે કર્યું હતું.

Related posts

રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી…

Charotar Sandesh

મંગળ બન્યો અમંગળ : જુદા જુદા અકસ્માતમાં ૧૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા…

Charotar Sandesh

આણંદ જિલ્લાના આ શિક્ષક વંચિત પરિવારોના બાળકોને વિનામૂલ્યે અને અનોખી રીતે શિક્ષણ આપે છે…

Charotar Sandesh