Charotar Sandesh
વર્લ્ડ સ્પોર્ટ્સ

ગૂગલનાં સીઈઓની ભવિષ્યવાણી…. કહ્યું આ ટીમ રમશે વર્લ્ડકપની ફાઈનલમાં..!

લંડન,
ગૂગલનાં સીઈઓ સુંદર પિચાઈનો ક્રિકેટપ્રેમ કોઈથી પણ છુપો નથી. તે ઘણીવાર જણાવી ચુક્યા છે કે તેઓ સ્કૂલનાં દિવસોમાં ક્રિકેટ રમતા હતા અને આ રમતમાં તેમને ઘણો જ રસ હતો. ભારતીય મૂળનાં સુંદર પિચાઈએ ભવિષ્યવાણી કરી છે કે આઈસીસી વિશ્વ કપની ફાઇનલ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે અને તેઓ ઇચ્છે છે કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ સારું પ્રદર્શન કરીને વિશ્વ વિજેતા બને.

ભારતીય મૂળનાં સુંદર પિચાઈએ ભવિષ્યવાણી કરી છે કે આઈસીસી વિશ્વ કપની ફાઇનલ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે…

૪૬ વર્ષનાં સુંદર પિચાઈએ કહ્યું કે જ્યારે તેઓ અમેરિકા આવ્યા ત્યારે તેમને બેઝબૉલ પડકારજનક લાગ્યો. પિચાઈએ યૂએસઆઈબીસીની ‘ઇન્ડિયા આઇડિયા્‌ઝ સમિટ’માં કહ્યું કે, “આ (આઈસીસી વિશ્વ કપ ફાઇનલ) ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે થવો જોઇએ, પરંતુ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ સારી છે.” સુંદર પિચાઈ યૂએસઆઈબીસીની અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલનાં પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જેમણે પુછ્યું હતુ કે, “તમને શું લાગે છે ફાઇનલ મેચ કોની-કોની વચ્ચે રમાશે?”

Related posts

કમલા હેરિસની સામે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતવંશી નિક્કી હેલીને બનાવ્યા સ્ટાર સ્પીકર…

Charotar Sandesh

સૌરવ ગાંગુલીએ બદલી ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીની જિંદગી…

Charotar Sandesh

એલન મસ્કએ ઇસરોને અભિનંદનમાં ભારતના તિરંગાનું ઇમોજી પાઠવ્યું

Charotar Sandesh