Charotar Sandesh
ઈન્ડિયા વર્લ્ડ

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર : ૮૦ લોકોના મોત…

ભારતમાં ફફડાટઃ મુંબઇ, જયપુર બાદ બિહારમાં કોરોના વાયરસનો કેસ નોંધાયો…

અમેરિકામાં ૫ કેસ નોંધાયા, પેઈચિંગમાં હાથ મિલાવવા પર પ્રતિબંધ, ચીનના અનેક શહેરોમાં આવ-જા પર સમગ્રપણે રોક લગાવી દેવામાં આવી…

ન્યુ દિલ્હી/બીજિંગ : ચીનના કોરોના વાયરસએ અમેરિકા સહિત અનેક ડઝન દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. દુનિયાના તમામ દેશ તેનો ઉકેલ શોધવાના પ્રયાસમાં લાગી ગયા છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે ભારતમાં પણ કોરોના વાયરસે પ્રવેશ કરી લીધો છે. રવિવારે જયપુરમાં કોરોના વાયરસનો એક સંદિગ્ધ દર્દી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કોરોના વાયરસથી પીડિત યુવક ચીનમાં અભ્યાસ કરતો હતો. ભારતમાં આવ્યા બાદ તેમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા, ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બીજી તરફ, ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને ૮૦ થઈ ગઈ છે. બિહારના છપરાથી કોરોના વાયરસના શંકાસ્પદની ખબર પડી છે. તેમાં કોરોના વાયરસ જેવા લક્ષણ મળ્યા છે. આ મહિલા દર્દીને પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોકલાઇ છે. જોકે રાહતની વાત એ છે કે દેશમાં હજુ સુધી કોઇ પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. ઉત્તરી અમેરિકામાં ૫ દર્દીઓમાં આ ઈન્ફેક્શન જોવા મળ્યું છે.

રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ સવાઈ માનસિંહ (એસએમએસ) મેડિકલ કૉલેજ પ્રશાસનને ચીનથી એમબીબીએસનો અભ્યાસ કરી પરત ફરેલા સ્ટુડન્ટના કોરોના વાયરસથી સંક્રમિત થવાની આશંકા પર તેમને તાત્કાલીક અલગ વોર્ડ (આઇસોલેશન)માં રાખવા તથા તેના પૂરા પરિવારની સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ આપ્યા છે. શર્માએ સંદિગ્ધ દર્દીના નમૂના તાત્કાલિક પુણે સ્થિત નેશનલ વાયરોલૉજી લેબ મોકલવાના નિર્દેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા ૮૦ થઈ ગઈ છે. બીજી તરફ વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૨૩૦૦ પહોંચવાની આશંકા છે. હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન ૧.૧ કરોડની વસ્તીવાળું શહેર છે અને સંક્રમણનું મુખ્ય કેન્દ્ર છે. હુબેઈના મેયરે રવિવારે જણાવ્યું હતું કે ૫૬ લોકોનાં મોત થયા છે અને ૧૯૭૫ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેની સાથે શહેરમાં ૧૦૦૦ નવા દર્દી થવાની આશંકા છે. મેયર ઝોઉ શિયાંવાંગે જણાવ્યું કે, તેઓએ આ દાવો હૉસ્પિટલોમાં દર્દીઓનું પરીક્ષણ અને ઑબ્ઝર્વેશનમાં રાખેલા લોકોના આધારે કરવામાં આવ્યો છે.

Related posts

પૂનમ સિન્હા સપામાં જાડાયાઃ લખનઉથી ચૂંટણી લડે તેવી શક્યતા

Charotar Sandesh

નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓની ફાંસીની તૈયારીઓ શરૃ : ૧૬મીએ લટકાવી દેવામાં આવશે…

Charotar Sandesh

પાક. ઓલ-રાઉન્ડર શાદાબ ખાનને વર્લ્ડ કપમાં રમવા ફિટ જાહેર કરાયો

Charotar Sandesh