Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

દેશનો સર્વપ્રથમ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક બાલાસિનોર ખાતે કાર્યરત થશે : જાણો, શું છે વિશેષતાઓ…

  • હાલમાં આ ડાયનાસૌર અને ફોસીલ પાર્કનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી સમયમાં તેનું ઉદ્ઘાટન થશે

બાલાસિનોર,
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતને વિશ્વમાં નામના અપાવતો આશરે બાવન હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલો ડાયનાસૌર અને ફોસીલ પાર્ક આગામી દિવસોમાં બાલાસિનોર ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ બાલાસિનોર ખાતે આકાર પામી રહેલા ડાયનાસૌર અને ફોસીલ પાર્કની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતનો આ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ઠ પાર્ક બની રહેશે.
પ્રવાસન મંત્રીએ રૈયોલી, બાલાસિનોરની મુલાકાત લીધી હતી અને સમગ્ર બાંધકામની પ્રક્રિયાનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં આ ડાયનાસૌર અને ફોસીલ પાર્કનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી સમયમાં તેનું ઉદ્ઘાટન થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

  • અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદી પૂર્વે બાલાસિનોર ’બાલાસિનોર રાજ્ય’ નામે ઓળખાતું બાબી વંશનું નવાબી રાજ્ય હતું. અહી, મરાઠા અને અંગ્રેજોનું શાસન રહી ચૂક્યું છે.અમદાવાદથી લગભગ ૯૦ કીલોમીટર દૂર આવેલા બાલાસિનોરથી થોડાક જ અંતરે આવેલા રૈયોલી ગામે પ્રથમવાર ૧૯૮૩માં અને ત્યારબાદ, અનેકવાર પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ડાયનાસૌરના અનેક અવશેષો મળ્યા હતા.

Related posts

આણંદ : પાધરિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાથી રહિશો પરેશાન : ઠેર-ઠેર પાણી ફરી વળ્યા… નિકાલ કરવા માંગ…

Charotar Sandesh

સચિવાલયમાં પહોંચ્યો કોરોનાઃ ફળદુના પર્સનલ સેક્રેટરી સહિત ૩ પોઝિટિવ…

Charotar Sandesh

આણંદ જિલ્લા માહિતી કચેરીમાં ટેકની. આસિ. તરીકે ફરજ બજાવતાં શ્રી દિપક ભટ્ટને અપાયું ભાવસભર વિદાયમાન

Charotar Sandesh